કોંગ્રેસના સી. જે. ચાવડાનો ઝંઝાવાતી પ્રચાર : ઠેરઠેર આવકાર

1095
gandhi9122017-4.jpg

ગાંધીનગર ઉત્તરના ઉમેદવાર કોંગ્રેસના આગેવાન નેતા સી. જે. ચાવડાએ ગાંધીનગર ઉત્તર મત વિસ્તારમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો છે. ઠેરઠેર તેમને હાર પહેરાવી સ્વાગત કરવામાં આવી રહ્યું છે. સી. જે. ચાવડા અગાઉ પણ ધારાસભ્ય રહી ચૂકયા છે અને કોંગ્રેસમાં ઠરેલ અને કર્મઠ, નિષ્ઠાવાન, સુઝબુઝ ધરાવતા પ્રામાણિક અધિકારીની છાપ ધરાવે છે. ભાજપના શાસનમાં પણ તેમણે પ્રજાલક્ષીતાને કારણે આગવો પ્રેમ મેળવ્યો છે જેથી તમામ કોમ ભલેને તે પાટીદાર હોય કે રાજપૂત કે પછી ઠાકોર, બ્રાહ્મણ બધા તેમના માટે જીતની ઈચ્છા સાથે કામે લાગ્યા છે. ઠેર ઠેર હાર પહેરાવી તેમજ શાલ ઓઢાડી તેમનું સ્વાગત થઈ રહ્યું છે. 

Previous article નિસર્ગ સાયન્સ સેન્ટર દ્વારા નિદર્શન કાર્યક્રમ યોજાયો
Next article પરપ્રાંતિય યુવતીનો ઝાડ સાથે દુપટ્ટા વડે ગળાફાંસો ખાતા મોત