ઘોઘા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત વોલીબોલ ટુર્નામેન્ટ ફોરેસ્ટ કોલોની ગ્રાઉન્ડ ભાવનગર ખાતે ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહિલ દ્વારા ખુલ્લી મુકવામાં આવી જેમાં ટીપીઓ ડી.કે. ઉપાધ્યાય, ઘોઘા તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ સજુભા ગોહિલ, મહામંત્રી હિમંતભાઈ જાની, લોક સરકારના ઈન્ચાર્જ દિવ્યજીતભાઈ સોલંકી, બી.આર.સી. વિજયભાઈ કંટારીયા, સી.આર.સી. જયપાલસિંહ ગોહિલ, પ્રહલાદસિંહ ગોહિલ, ભગીરથસિંહ ગોહિલ, જયદેવસિંહ ગોહિલ, રાજુભાઈ બારૈયા, અને શીક્ષક મિત્રો ઉપસ્થિત રહ્યા આ ટુર્નામેન્ટમાં ઉખરલાની ટીમનો વિજય થયો હતો. તાલુકામાં ફર્સ્ટ નંબર પર વિજેતા ટિમ જિલ્લા કક્ષાએ રમવા જશે, ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહિલ દ્વારા તાલુકાની ટીમ જિલ્લા, રાજય અને રાષ્ટ્રીય કક્ષાએ વિજેતા અને એવી શુભેચ્છાઓ આપી.