જમનાકુંડ વાલ્મિકીવાસ આંગણવાડીમાં સ્વામિ વિવેકાનંદની જન્મ જયંતિની થયેલી ઉજવણી

577

ભાવનગર મહાનગર પાલિકા આઈસીડીએસ આંગણવાડી કેન્દ્ર નં-૭૭/૧ અને કેન્દ્ર નં-૭પ/૧ બંન્ને આંગણવાડી કેન્દ્રમાં આજે સ્વામિ વિવેકાનંદની જન્મ જયંતિની બાળકોએ ભવ્ય ઉજવણી કરી હતી.ં

જમનાકુંડ વાલ્મિકીવાસ ખાતેની આંગણવાડીમાં પૂર્વનગરસેવક ભુપતભાઈ દાઠીયાએ હાજરી આપી બાળકોને સ્વામિ વિવેકાનંદના જીવન આર્દશોની વાતો કરી હતી. બંન્ને આંગણવાડી કેન્દ્રોના સંચાલીકાઓ કલ્પાબેન રાવળ, જલ્પાબેન કનાડાએ કાર્યક્રમનુ સુંદર આયોજન કર્યુ હતુ. સ્વામિ વિવેકાનંદની જન્મ જયંતિએ ઉજવણી કરી શુભેચ્છા વ્યકત ધરી હતી. આ ઉપરાંત મકરસંક્રાતિ પર્વ નિમિતે નાના બાળકોને ચીકી અને શીંગ મમરાના લાડુ વહેંચેલ કાર્યક્રમમાં બાળકોના વાલીઓ પણ હાજર રહેલ.

Previous articleવહીવંચા બારોટ સમાજ છાત્રાલયના લોકાપર્ણની ચાલતી તડામાર તૈયારી
Next articleરાજુલામાં રહેણાંકી મકાનમાંથી ઈંગ્લીશ દારૂ સાથે એક ઝડપાયો