ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગર ખાતે બી.એ. વિદ્યાર્થીનીઓ માટે ભારતની સામાજીક સમસ્યાઓ વિષય ઉપર વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું.
જેમાં તેમને હાલના સમયમાં આજના માણસે સમાજમાં કેવી કેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે ? તેમજ ભવિષ્યમાં જીવનના દરેક ક્ષેત્રમાં આવતી સમસ્યાઓનો હલ કઈ રીતે કરવામાં આવે છે ? તે અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
મનુષ્યના જીવનમાં સમાજમાં કેવા કેવા બનાવો બનતા હોય છે, અને જો ધ્યાન ન રાખો તો આજના સમયમાં જીવનમાં આ સમસ્યાઓને સમજી વિચારીને દૂર ના કરો તો ભવિષ્યમાં કેવી કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ? તેના અનેક ઉદાહરણો આપીને ભારતની સામાજીક સમસ્યાઓનું મહત્વ સમજાવ્યું હતું.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, સમાજ એ મનુષ્યના જીવનનું એક અંગ છે, અને તેમાં ઉભી થતી સમસ્યાઓ સમાજમાં કેવો ભાગ ભજવે છે અને આજનો માણસ તેના જીવનમાં સમયસર સમસ્યાઓનો ઉકેલ ન મેળવી શકે તો ભવિષ્યમાં સમાજમાં તેનું સ્થાન ક્યાં હોય છે ? તેની વિસ્તૃત માહિતી આપી હતી.