મિત્રો આગામી તા. ૧૪-૧-૧૯ને સોમવારે સુર્ય ગ્રહ ધનરાશીમાંથી મકર રાશીમાં પ્રવેશ કરે છે. તેથી મકર સંક્રાતિ કહેવાય છે. અને આ શુભ દિવસથી જ શુભ કાર્યોની શરૂઆત પણ જાય છે. અને આ દિવસે વ્રત દાન તપ જાય કરવાથી પુણ્ય મળે છે. અને સંપુર્ણ વર્ષ આર્થિક માનસિક અને શારીરિક ત્રણેય રીતે રક્ષણ મળે છે. બારેય રાશી માટે પાંચવાર કાળા તલનો પ્રયોગ કરવાથી લાભ થાય છે. પણ ખાસ કરીને જે જાતકોને શનીગ્રહની પનોતી હોય રાહુ ગ્રહનો અશુભ બંધનયોગ હોય અથવા શાપીત દોષ, કાળશર્પ યોગ અથવા ગ્રહણ યોગ હોય તેમના માટે આ પ્રયોગથી ખુબ જ શુભફળ મળે છે.
મિત્રો અત્યારે વૃષભ – બ-વ-ઉ, કન્યા – પ-ઠ-ણ રાશિ માટ નાની પનોતી છે. વૃશ્વિક ન-ય, ધન ભ-ફ-ધ-ઢ, મકર ખ-ઝ રાશી માટે મોટી પનોતીનો અશુભ સમય છે. અને મેષ -અ-લ-ઈ સિંહ મ-ટ રાશિ માટેર ાહુગ્રહનો અશુભ બંધનયોગ શરૂ છે. તેમના માટે ખાસ આ પ્રયોગ લાભ રહેશે.
મિત્રો સોમવારે મકર સંક્રાતીના શુભ દિવસે વહેલા ઉઠીને કાળા તલના તેલનું માલીશ નખ શીખ સુધી કરવું ત્યાર પછી સ્નાન કરવાની ડોલમાં ચપટી કાળ તલ પધારાવીને તે પાણીથી સ્નાન કરવું ત્રાંબાના કળશમાં શુધ્ધ પાણી, અબીલ-ગુલાલ- કંકુ- કાળાતલ અને ફુલ પધરાવીને સુર્યને અર્ધ આપવો ત્યારે સુર્યમંત્ર અથવા ગાયત્રી મંત્રના જાય કરવા ત્યાર પછી પીવાના પાણીમાં પણ ચપટી કાળા તલ પધરાવી દેવા જેથી ઘરના સભ્યો તેમાંથી જ પાણી પીવે અને એક કાળા તલનો લાડુ તમારા હાથે ગાયને દાન આપવો.
અ રીતે પાંચવાર કાળાતેલનો પ્રયોગ કરવો અને દિવસ દરમ્યાન યાશક્તિ ગરિબો અને બ્રાહ્મણો દાન આપવું. જે જાતકોને પોનતી હોય તેમને હનુમાન ચાલીશાના પાઠ કરવા શની મંત્રો કરવા અને રાહુ ગ્રહનો બંધનયોગ હોય ગ્રહણ યોગ હોય તેમને આ મંત્ર ઓમ નમઃ ભગવતે વાસુદેવાય નમઃ ના જાય દિવસ દરમિયાન કરવો.