ભાવનગર મહાપાલિકા દ્વારા કાળીયાબીડમાં ઓપરેશન મેગાડીમોલેશન સવારે ૯.૫૦ કલાકે ભાવનગર મહાપાલિકા દ્વારા આજે રજાના દિવસે ઓપરેશન મેગાડીમોલેશનનો તખ્તો, ૩ જેસીબી, ૪ ટ્રેકટર અને પોલીસ બંદોબસ્ત સાથે કોર્પોરેશનના કાફલાની કાળીયાબીડમાં સિલ્વર બેલ્સ સ્કૂલનો ગેટ તોડી પડાયો.. હજુ વધુ કાર્યવાહી શરૂ, પોલીસના બંદોબસ્ત તળે આકરી કાર્યવાહી. ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી જાહેર રસ્તા પરની દબાણ આજે ભાવનગર મહાનગરપાલિકાના દબાણ હટાવ સેલ દ્વારા હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી અને આ જાહેર રસ્તો ચાલુ કરવાની કામગીરી કરવામાં આવી જેને લઈને સ્થાનિકો માં આનંદની લાગણી જોવા મળી હતી.
ભાવનગર ના કાળિયાબીડ વિસ્તારમાં આવેલ સિલ્વર બેલ્સ પબ્લિક સ્કૂલ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી 36 મીટર ના જાહેર રસ્તા પર શાળાનું બાંધકામ કરી બંને બાજુ દરવાજા મૂકી અને જાહેર રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો જેના કારણે આ વિસ્તરણ લોકોને એકબાજુ થી બીજી બાજુ જવા માટે બે થી ત્રણ કિમિ ફરીને જવું પડતું હતું, આ અંગે અહીંના સ્થાનિક છ થી સાત સોસાયટી ના લોકો દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી લડત આપવામાં આવી રહી હતી, શાળા દ્વારા આ અંગેના કેસ ચલતા હતા જેન કેસનો ફેંસલો આવતા આજે તંત્ર દ્વારા મેગા ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું, મહાનગરપાલિકાના દબાણ હટાવ સેલ દ્વારા આજે મસમોટા પોલીસ કાફલા સાથે આંઠ જેટલા જેસીબી મશીન અને સ્ટાફ સાથે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી,
મહાનગરપાલિકા દ્વારા આ શાળાએ દબાવેલ 36 મીટરના રોડ પરના શાળા દ્વારા કરવામાં આવેલ પાકા બાંધકામનો દૂર કરવામાં આવ્યા હતા તેમજ સાથે સાથે રોડસ વિભાગ દ્વારા આ રોડને બનાવવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી હતી, શાળા દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી આ રોડ બંધ કરી દીધેલ હોય જેના કારણે આ વિસ્તારની સાત કરતા વધુ સોસાયટી ના લોકોને અવરજવર માં મુશ્કેલી પડતી હતી જે રોડ ખુલ્લો થતા સ્થાનિકોમાં પણ ખૂબ જ આનંદ જોવા મળી રહ્યો અને મહાનગરપાલિકા ની કામગીરીને બિરદાવી હતી.