કરણ જોહરના શો પર કરવામાં આવેલી કથિત ટિપ્પણીઓની કિંમત હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલને વિશ્વકપ ૨૦૧૯માંથી બહાર રહીને ચૂકવવી પડી શકે છે. આવો ઇશારા પ્રશાસનિક સમિતિની સભ્ય અને પૂર્વ ભારતીય મહિલા ક્રિકેટર ડાયના ઇડુલ્જીએ આપ્યો છે. જો કે, શુક્રવારે ડાયનાની ભલામણ બાદ પંડ્યા અને રાહુલને આગળના કોઇ એક્શન પહેલા સસ્પેંડ કરવામાં આવ્યા છે. તેમને ભલામણ કર્યા પહેલા ઇડુલ્જીએ કાયદાકીય સલાહ આપી હતી.
લૉ ફર્મે ઇડુલ્જીને જાણકારી આપી હતી કે, બન્ને ખેલાડીઓની ટિપ્પણીઓને કોડ ઓફ કંડક્ટનું ઉલ્લંઘન ના માનવું જોઇએ. ત્યારબાદ ઇડુલ્જીએ આગામી કોઇ એક્શન સુધી બન્ને ખેલાડીઓને સસ્પેંશનની ભલામણ કરી હતી. ત્યારબાદ બન્ને ખેલાડીઓને ઓસ્ટ્રેલિયા પ્રવાસ વચ્ચે જ અટકાવીને ભારત પાછા બોલાવી લેવામાં આવ્યા છે. એક અંગ્રેજી અખબાર સાથે વાત કરતા ઇડુલ્જીએ જણાવ્યું કે, હવે બીસીસીઆઈ પેનલ બનાવશે અને તેઓ નક્કી કરશે કે બન્ને ખેલાડીઓ માટે શું સજા હોઇ શકે. જ્યારે પુછવામાં આવ્યું કે આ બન્ને ખેલાડીઓ ૩૦ મેથી શરૂ થતા વર્લ્ડકપનો ભાગ નહીં બને? તેના પર ઇડુલ્જીએ કહ્યું કે, કદાચ એવું બની પણ શકે.
ઇડુલ્જી પોતે બન્ને ખેલાડીઓએ આપેલા નિવેદનોને શરમજનક માની રહી છે. તેમણે કહ્યું કે, આ શરમજનક છે કે બન્ને ખેલાડીઓએ મહિલાઓ માટે આવી વાત કહી છે. ક્રિકેટર્સ બાળકોના રોલ મૉડલ હોય છે. તેમના નિવેદનથી બીસીસીઆઈની ઇમેઝ પણ ખરાબ થાય છે. ઇડુલ્જીએ કહ્યું કે, નિર્ણય લેતી વખતે આ વાતનું ધ્યાન રાખવામાં આવશે નહીં, તેમણે કહ્યું કે, રમત અને સંસ્થાનથી મોટું કોઇ નથી.