ઇજાગ્રસ્ત પક્ષીની જાણ સમયસર કરવા છ સ્થળોએ કન્ટ્રોલ રૂમ ઉભા કરાયા

950

કાચથી ભરપુર દોરીથી પતંગની સાથે સાથે ગગનમાં વિહાર કરતા અબોલ પક્ષીઓના જીવનની દોરી કપાઇ જાય છે. આથી માનવી માટે ઉત્તરાયણ પર્વની મજા અને અબોલ પક્ષીઓ માટે સજા બની રહે છે. ઉત્તરાયણ પર્વમાં પતંગ દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓની સારવાર માટે રાજ્ય સરકાર દ્વારા કરૂણા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. કરૂણા અભિયાન અંતર્ગત જિલ્લામાં છ સ્થળોએ કંન્ટ્રોલરૂમ ઉભા કરાયા છે. ઉપરાંત ઇજાગ્રસ્ત પક્ષીઓની સારવાર માટે જિલ્લા અને શહેરમાં કુલ ૨૧ સારવાર કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે. જેના માટે પશુ ચિકિત્સકની ટીમોને સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે. ઇજાગ્રસ્ત પક્ષીની જાણ સમયસર થાય તે માટે જિલ્લામાં છ સ્થળોએ કન્ટ્રોલ રૂમ ઉભા કરાયા છે.

કંટ્રોલરૂમમાં કયું પક્ષી છે, પક્ષીને કેવા પ્રકારની ઇજા, ઇજાગ્રસ્ત પક્ષી કયા સ્થળે છે, કોને ફોન કર્યો સહિતની નોંધ કન્ટ્રોલ રૂમના રજિસ્ટ્રરમાં કરવામાં આવશે. ઇજાગ્રસ્ત પક્ષીઓને સારવાર કેન્દ્ર સુધી લાવવા માટે એનજીઓની મદદથી ૧૫૦થી વોલેન્ટરોને સ્ટેન્ડ-ટુ રહેશે.

ઇજાગ્રસ્ત પક્ષીઓની સારવાર માટે શહેર વિસ્તારમાં સેક્ટર-૩૦ સરકારી પશુ દવાખાનું, ગીર ફાઉન્ડેશનના પ્રકૃતિ નેચર ઉદ્યાન, જિલ્લા ફોરેસ્ટ અધિકારીની કચેરી અને પેથાપુરના પશુ દવાખાનાને પણ સારવાર અપાશે. જિલ્લામાં કુલ ૨૧ પશુ દવાખાનામાં ઘાયલ પક્ષીઓની સારવાર માટે કેન્દ્રો ઉભા કરાયા હોવાનું જિલ્લા વનવિભાગના સૂત્રોએ જણાવ્યું છે. ઇજાગ્રસ્ત પક્ષીઓને સારવાર કેન્દ્ર સુધી લાવવા માટે ચાર એનજીઓના વોલેન્ટરોની મદદ લેવામાં આવશે.

ઉત્તરાયણના પર્વ નિમીત્તે ઘાયલ પક્ષી માટે ૨૧ સ્થળે દવાખાના કાર્યરત કરાયા

અબોલ પક્ષીઓના પતંગની દોરીથી ઇજાગ્રસ્ત થાય તો તેમને તાત્કાલિક સારવાર આપવામાં માટે જિલ્લામાં કુલ ૨૧ કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે. ઉપરાંત જિલ્લાના પશુદવાખાનામાં પણ ઘાયલ પક્ષીઓ માટે વિશેષ સુવિધા ઉભી કરાઇ છે. ઇજાગ્રસ્ત પક્ષીઓને દવાખાને પહોંચાડવા માટે ૧૫૦થી વધારે વોલેન્ટરોને સ્ટેન્ડ ટુ રખાશે.

Previous articleજંગલ વિસ્તારમાંથી રીંછ નજીકના શેરગઢ ગામમાં બે દિવસથી આવતા લોકોમાં ફફડાટ
Next articleશાકભાજીના ભાવમાં તોતિંગ વધારાથી ઊંધીયુંનો મોંધો બનશે