જીએસટીના કારણે દોરી-પતંગના ભાવમાં ૨૦ થી ૨૫ ટકાનો વધારો

939

પતંગ દોરીના સ્ટોલો ધમધમવા લાગ્યા છે. ચાલુ વર્ષે પાટણની બજારોમાં પતંગોમાં વિવિધ વેરાયટીઓ ઉપલબ્ધ હોવાથી પતંગ રસીયાઓ પતંગની ખરીદી કરવા માટે અવઢવ અનુભવી રહ્યા છે. તો ઉતરાયણપર્વને લઈ પતંગરસીયાઓ વિવિધ પ્રકારના દોરી માંઝા પીવાડવવામાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે. અને શહેરના વિવિધ વિસ્તારોમાં દોરી પીવડાવતા ચરખાવાળાઓના ચરખા ગોળ ગોળ ઘુમતા નજરે પડી રહ્યા છે.

જેમ જેમ ઉત્તરાયણપર્વ નજીક આવતુ જાય છે તેમ તેમ શહેરના વિવિધ વિસ્તારોમાં પતંગ દોરીના સ્ટોલોના ખડકલા જોવા મળી રહ્યા છે. ચાલુ વર્ષે ખાસ કરીને પતંગની વેરાયટીમાં વડાપ્રધાનના બેટી બચાવો બેટી પઢાઓ, સ્ટેચ્યુ ઓફ યુનીટી, છોટા ભીમ, પક્ષી આકાર સહિતના રંગબેરંગી પતંગો લોકોમાં આકર્ષણ જમાવી રહ્યા છે. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે જીએસટીના કારણે દોરી, પતંગના ભાવમાં ૨૦ થી ૨૫ ટકાનો ભાવવધારો હોવાનુ વેપારીઓ જણાવી રહ્યા છે.

જો કે ઉત્તરાયણપર્વને માત્ર ત્રણ જ દિવસ બાકી હોઈ હાલમાં પાટણના પતંગ બજારમાં ઘરાકીમાં ભાવવધારાને કારણે મંદીના માહોલ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ ઉત્તરાયણના દિવસે પતંગ દોરી ઉપરાંત આ પર્વને લગતી વિવિધ ચીજવસ્તુઓ જેવી કે, રંગબેરંગી પીપુડા, અલગ, અલગ પ્રકારની ટોપીઓ, ગોગલ્સ ચશ્મા, ડ્રેકયુલાના મુખવટા તેમજ તડકામાં ગરમીથી રક્ષણ મેળવવા માટે વિશિષ્ટ પ્રકારની પંખાવાળી ટોપીઓ લોકોમાં આકર્ષણનુ કેન્દ્ર બની રહી છે. ત્યારે આગામી ઉતરાયણ પર્વને લઈ શહેરમાં ધીમે ધીમે બજારનો માહોલ રંગબેરંગી પતંગોથી રંગીન બનતો જાય છે.

Previous articleશાકભાજીના ભાવમાં તોતિંગ વધારાથી ઊંધીયુંનો મોંધો બનશે
Next articleઅમારી પુરેપુરી તૈયારી, કોંગ્રેસ યુપીમાં તમામ ૮૦ સીટો પરથી ચૂંટણી લડશે : ગુલામ નબી