જાફરાબાદના બાબરકોટ ગામે આજે હીરાભાઈ સોલંકીની ગ્રુપ મિટીંગો યોજાઈ. જેમાં બાબરકોટ, મીતીયાળા, વાંઢ, વારાહ સ્વરૂપ, ભાંકોદર ગામોની જનતામાં કોઈએ ખોટી અફવાઓથી નારાજ જનતા સાથે હીરાભાઈ રૂબરૂ જનસંપર્ક કરતા અભૂતપૂર્વ આવકાર મળી રહ્યો હતો ત્યારે હીરાભાઈ સોલંકી દ્વારા રાજુલા, જાફરાબાદ, ખાંભા શહેર અને તાલુકાઓની જનતાને સંદેશ પાઠવતા જણાવેલ કે આવતીકાલે ભારતીય સંવિધાનને માન આપવા સર્વ જનતાએ મતદાન કરવું પણ કોઈ ખોટી અફવાઓથી ઉશ્કેરાઈ જઈ કાયદો-વ્યવસ્થા જાળવવા અપીલ કરાઈ હતી. જે મતદાન મથકોએ ખોટી અફવાઓથી સાવધ રહેવા અને તંત્રને મદદ કરવા જાહેર જનતાને અપીલ કરાઈ હતી.