ભાવનગરમાં અડીખમ ચબુતરા

1009

માણસ – માણસના પેટ ભરવા કે આંતરડી ઠારવા સાથે પશુ-પક્ષી પણ મુખ્યુ ન રહે તેનો ખ્યાલ આપણી સંસ્કૃતિમાં રહેલો છે. રજવાડા, મહાજનો કે દાતાઓ આ બધા મુંગા પશુ-પક્ષી માટે વ્યવસ્થા કરેલા. ભાવનગરમાં ઈતિહાસરૂપ કેટલાંયે ચબુતરા કલાત્મક બાંધણી સાથે અડીખમ જોવા મળે છે. નગરના ખારદરવાજાથી જુના બંદર તરફના માર્ગમાં સુંદર ચબુતરો છે. જેની તકતી વાંચીએ તો તેમાં સંવત ૧૯૮૦ની સાલમાં કાઠીયાવાડી પટેલ માવજી કાલીદાસના સમર્ણાથે તેમના દીકરા દેવજી માવજીએ સાર્વજનિક પમરાથ અર્થે બંધાવી છે. ૧૯ર૪ આમ લખાણ કોતરાયેલું છે, જેને આજે ૯૪ કે ૯પ વર્ષ થવા જાય છે. પક્ષીઓને માત્ર એક મકર સંક્રાંતિએ જ નહિ. દરરોજ ચણ જોઈએ છે. તેવું આ દાતાઓ જાણતા હતાં.

Previous articleજાફરાબાદ કામધેનુ ગૌશાળાને મકરસંક્રાંતિએ દાન આપવા ટહેલ
Next articleગુન્હાઓ બન્યા પછી હરકતમાં આવ્યા કરતા ગુનો બનતો જ અટકાવવો જરૂરી