વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૭ અંતર્ગત અમરેલી જિલ્લામાં તા.૯ ડિસેમ્બર-૨૦૧૭ને શનિવારના રોજ મતદાન થનાર છે.
જિલ્લામાં ૧,૪૧૫ મતદાન મથકો પર કુલ ૧૧,૭૪,૩૯૪ મતદારો પોતાના મતદાન કરી મતાધિકારનો ઉપયોગ કરશે. જિલ્લામાં સૌથી વધુ અમરેલી વિધાનસભામાં ૨,૬૮,૦૧૮ અને સૌથી ઓછા લાઠી વિધાનસભામાં ૨,૦૯,૪૩૩ મતદારો છે.
જિલ્લામાં ચૂંટણી કામગીરીમાં ૩,૧૧૨ સ્ત્રી પોલીંગ ઓફિસર અને ૧,૫૫૬ પ્રીસાઇડીંગ ઓફિસરની નિમણૂંક કરવામાં આવી છે. જિલ્લામાં મતદાન માટે કુલ ૭,૭૮૦ અધિકારી-કર્મચારીઓની નિમણૂંક કરવામાં આવી છે. જિલ્લા મથક અમરેલી ખાતેથી ચૂંટણી કામગીરીમાં રોકાયેલા અધિકારી-કર્મચારીઓને તેમના ફરજ પરના સ્થળ પર જવા રવાના કરવામાં આવેલ.