બોટાદ જીલ્લાના એસપી હર્ષદ મહેતા દ્વારા બોટાદ જીલ્લાના પ્રિન્ટ મિડીયા અને ઈલેક્ટ્રોનિક મિડીયાના પત્રકારો નો સ્નેહ મિલનનો કાર્યક્રમ ગઢડા(સ્વા)નગરપાલિકાના કમલમ હોલ ખાતે યોજાયો હતો એસપી હર્ષદ મહેતા એ જણાવ્યુ હતુ કે દરેક નાગરીકોને સુરક્ષા,શાંતિ અને સલામતિ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ બોટાદ ને જોડતા રોડ રસ્તા તેમજ રાણપુર, ગઢડા, બરવાળા, ઢસા, પાળીયાદ જેવા ગામોના એન્ટર પોઇન્ટ પર સી.સી.ટી.વી.કેમેરા લગાવવાનો પ્રોજેક્ટ અમલમાં મુકવો તથા ઘરફોડ ચોરીઓ તેમજ અન્ય ગુનાહીત પ્રવૃતીઓ અટકાવવા માટે બહારના પ્રાંતમાંથી આવતા તમામ લોકોની જરૂરી પુછપરછ કરી વાકેફ રહેવા અને ગુન્હાખોરી અટકાવવા માટે જાહેરનામાનો અમલ કરાવવા ઉપર ભાર મુકેલ અને મિલ્કત સબંધી ગુન્હાઓ બન્યા પછી હરકતમાં આવ્યા કરતા ગુન્હાઓ બનતા અટકાવી શકાય તે માટે જણ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ રોડ એક્સીડંન્ટ ઘટે અને માનવ જીંદગીનુ રક્ષણ થાય તે માટે રોડ સેફ્ટીને લગતા ઉપાયો અંગે પણ જરૂરી ચર્ચા કરી માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ તથા લાલચ પ્રલોભન આપી કિંમતી વસ્તુઓ કે રોકડ રકમ પડાવી લેવાના કીસ્સાઓ ન બને તે માટે તકેદારીના પગલા લેવા જણાવવામાં આવ્યુ હતુ આવા તમામ ગુનાહીત પ્રવૃતિને રોકવામાં મદદ મળે તે હેતુ થી એક અનેરા વિચારને અમલમાં મુકવામાં આવશે આ ઉપરાંત બોટાદ જીલ્લા માં શાંતિ અને સલામતિ વિશે અનેક ચર્ચાઓ કરવામાં આવી હતી આ સ્નેહ મિલનના કાર્યક્રમમાં બોટાદ જિલ્લાના પ્રિન્ટ મિડીયા-ઈલેક્ટ્રીક મિડીયાના પત્રકારો, ડી.વાય. એસ.પી. રાજદીપસિંહ નકુમ, નાયબ પોલીસ અધિક્ષક જી.પી.ચૌહાણ- ઝેડ.આર. દેસાઈ,એલ.સી.બી-પી.આઈ. એચ આર ગોસ્વામી, એસ.ઓ. જી-પી.આઈ. એમ એમ દિવાન, એલ. આઈ.બી-પી.આઈ. જે વી રાણા, ગઢડા પી.આઈ.જે એમ સોલંકી, જીલ્લાના તમામ પી.એસ.આઈ સહીત પોલીસ સ્ટાફ અધિકારીઓ ખાસ હાજર રહ્યા હતાં.