ઉતરાયણ પર્વ નજીક છે ચાઈનીઝ દોરી તથા ઘાતક કાચ પાયેલી દોરીથી ઈજાગ્રસ્ત થતા પક્ષીઓ માટે સામાજિક વનીકરણ વિભાગ બોટાદ દ્વારા પક્ષી બચાવો અભિયાન નો પ્રારંભ આજે બોટાદ જીલ્લાના રાણપુર ખાતે થયો હતો સ્કુલના વિદ્યાર્થીઓ દ્વારા પક્ષીઓ બચાવો અભિયાન રેલી કાઢવામાં આવી હતી અને આ રેલી રાણપુર ના મુખ્ય માર્ગો ઉપર ફળી હતી રાણપુરના ડી.એફ.ઓ.એમ એમ ભરવાડ સાથે વાત કરતા તેમણે જણાવેલ છે કે સવારના ૯ થી સાંજના ૫ ક્લાક સુધી જ પતંગ ચગાવવાનો આગ્રહ રાખવો જોઈએ કારણ કે વિહરતા પક્ષીઓ પોતાના પરિવાર થી અળગા ન થાય તે માટે ખાસ કાળજી રાખવી કોઈ પક્ષી ઈજાગ્રસ્ત હાલતમાં જણાય તો પક્ષી સારવાર કેન્દ્ર સ્થળ રેન્જ ફોરેસ્ટ ઓફીસ નવી આઈ.ટી.આઈ.કોલેજ પાછળ પાળીયાદ રોડ રાણપુર તથા પશુ દવાખાનુ તાલુકા પંચાયત પાસે સંપર્ક કરવા જણાવેલ છે તથા આજરોજ આ અભિયાન ના પ્રારંભે જ દોરીથી ઘાયલ થયેલા ટીટોડી અને કબુતર ને સારવાર અપાઈ હતી જ્યારે ડી.એફ.ઓ.એમ એમ ભરવાડ, વેટરનરી કણઝરીયા, વનપાલ એ.સી.ડોડીયા, ચોકીદાર સુરેશભાઈ પરમાર દ્વારા રાણપુર ની અલગ અલગ સ્કુલોની મુલાકાત લઈ વિદ્યાર્થીઓને પતંગ પર્વ દરમ્યાન કેવી રીતે સાવચેતી રાખવી તેનુ માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ જેમા પતંગ ચગાવતી વખતે વડીલોને હાજર રાખવા,નકામી દોરી ગુંચળા નો નીકાલ કરવો,વાહન ચલાવતી વખતે ગળાના ભાગે મફલર બાંધવુ,બાળકો એ ખાસ કપાપેલા પતંગની પાછળ દોડવુ નહી જેવી અનેક સુચને અને માહીતી આપવામાં આવી હતી.