પાલિતાણામાં સુન્ની સોરઠીયા મુસ્લિમ ઘાંચી સમાજનો સમુહ શાદી સમારોહ

1046

સુન્ની સોરઠીયા ઘાંચી જુમાત પાલિતાણા દ્વારા ૧૮મો સમુહ લગ્ન યોજાયો હતો. તેમાં ૩૩ દુલ્હા દુલ્હાન જોડાયા હતાં. આ સમુહ લગ્નનું આયોજન પાલિતાણા સુન્ની સોરઠીયા ઘાંચી યંગ કમિટિ તેમજ પાલિતાણા ઘાંચી જુમાતના પ્રમુખ હાજી અબ્દ્યુલ રજાકભાઈ ઈસ્માઈલભાઈ સૈયદ દ્વારા કરવામાં આવ્યું હતું. સમુહ લગ્નમાં પાલિતાણા સમસ્ત મુસ્લિમ સમાજના પ્રમુખ હાજી હયાતખાન બ્લોચ, ભાવનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ હાજી રૂમિભાઈ શેખ, પાલિતાણાના પીરે તરીક્ત અલ્હાજ સજ્જાદ બાપુ, ભૈરવનાથ મંદિરના મહંત રમેશભાઈ શુકલ ભાવનગર જિલ્લા પંચાયતના પુર્વ પ્રમુખ સંજયસિંહ સરવૈયા, પ્રદેશ મંત્રી લાલભા ગોહિલ, પાલિતાણા નગરપાલિકાના પ્રમુખ જયપાલસિંહ ગોહિલ, ઉપપ્રમુખ ઉસ્માનભાઈ સૈયદ, ભાવનગર શહેર ભાજપ લઘુમતી ડીપાર્ટમેન્ટના ચેરમેન ઈલ્યાસભાઈ લાકડા વાળા સહિત રાજકીય સામાજિક આગેવાનોએ ખાસ હાજરી આપી હતી.ને ૩૩ દુલ્હા દુલ્હનને મુબારક બાદી પાઠવીહ તી. આ સમુહ લગ્ન ઘેટી રિંગ રોડ પર રહેમાન દાદાની વાડીમાં યોજાયા હતાં.

Previous articleનાની જાગધાર ગામે પ્રાથમિક શાળાનો વાર્ષિકોત્સવ ઉજવાયો
Next articleગુરૂગોવિંદસિંઘની શોભાયાત્રા નિકળી