એક બાજુ જિંદગીની રોજબરોજની ખેંચતાણ અને બીજી બાજુ એક બેટી અને તેની પિતાની દરેક મુસીબતથી લડીને પણ દુનિયા પર જીત હાંસલ કરવાની ચાહના, આ છે ફન્નેખાંની એ વાર્તા જે જીવનના સંઘર્ષને સુંદરતાથી રજૂ કરે છે. આ ફિલ્મનું વર્લ્ડ ટેલીવિઝન પ્રીમિયર થવા જઇ રહ્યું છે, ૧૮મી જાન્યુઆરી ૨૦૧૯, શુક્રવારે રાત્રે ૯ઃ૦૦ કલાકે, ભારતની નંબર ૧ હિન્દી મૂવી ચેનલ સોની મેક્સ પર.
આ ફિલ્મનું ડિરેક્શન અતુલ માંજરેકરે કર્યુ છે જેમાં મુખ્ય ભૂમિકા અનિલ કપૂર, ઐશ્વર્યારાય બચ્ચન, રાજકુમાર રાવ, દિવ્યા દત્તા, પિહુસૈંડ જેવા નામી કલાકારોની છે. એક તરફ છે મુંબઇની ચાલવાળી જિંદગી, બીજી તરફ ગગનચૂંબી ઇમારતોનું જીવન. આ બંને વચ્ચેનો ટકરાવ બતાવે છે કે કોનામાં શું હાંસલ કરવાની તમન્ના હતી. વાર્તા એક પિતા અને તેની ભારે શરીરવાલી દિકરીની છે. ૯૦ના દાયકાનો એક આર્કેસ્ટ્રા સિંગર ફન્નેખાં (અનિલ કપૂર) મોહમ્મદ રફીના ગાયેલા ગીતોનો દિવાનો છે પરંતુ તે કદી સંગીતજગતમાં કંઇ નામ ન કમાઇ શક્યો. જ્યારે તેના ઘરે દિકરીનો જન્મ થયો તો તેણે લત્તા મંગેશકરના નામ પર તેનું નામ રાક્યું લત્તા અને તેને નામી કાયિકા બનાવવાનો નિર્ણય કર્યો. મોટી થવા પર લત્તાએ સિંગર બનાવાની કોશિશ તો કરી પરંતુ પોતાના મોટાપાને કારણે તેની મજાક ઉડાવવામાં આવતી હતી.
પોતાની દિકરીને સિંગર બનાવવાના સપનાને સાકાર કરવા માટે ડ્રાઇવર પિતા પાસે પૂરતા રૂપિયા ન હોઇ, તે એક દિવસ પોતાની કારમાં બેસેલી સુપ્રસિદ્ધ ગાયિકા બેબી સિંહને કિડનેપ કરી લે છે, આ કામમાં તેનો મિત્ર તેને સાથ આપે છે. અને આ બંને બેબી સિંહને છોડવાના બદલામાં મોટી રકમની ખંડણી માંગે છે. આ પછી તો વાર્તામાં એવા વળાંક આવે છે કે તેમની દુનિયા જ પલટી જાય છે. પોતાના સપના સાકાર કરવાના પ્રયત્નોમાં લાગેલા પિતાપુત્રીના આ અજીબોગરીબ સફર પર ચાલો અને જુઓ મુસીબતોનો સામનો તેમણે કેવી રીતે કર્યો.