એએફસી એશિયન કપ ૨૦૧૯ઃ બહરીન વિરુદ્ધ ભારતનો ૧-૦થી પરાજય

1247

ભારતીય ફુટબોલ ટીમને અલ શારજાહ સ્ટેડિયમમાં એએફસી એશિયન કપના ગ્રુપ-એના પોતાના ત્રીજા મેચમાં બહરીન વિરુદ્ધ ૦-૧થી હારનો સામનો કરવો પડ્યો છે. આ હારથી ભારતે એએફસી એશિયન કપના નોકઆઉટમાં પહોંચવાની સુવર્ણ તક ગુમાવી દીધી છે. ભારતે નોકઆઉટમાં પહોંચવા માટે આ મેચમાં જીત કે ડ્રો કરવાની જરૂર હતી. તેણે ૯૧મી મિનિટ સુધી બહરીનને રોક્યું પરંતુ અંતિમ ક્ષણમાં એક પોઈન્ટ મેળવવાની તક ગુમાવી જે તેને ભારે પડી છે.

મેચમાં ભારતીય કેપ્ટન પ્રણય હલ્દરની ભૂલથી બહરીનને પેનલ્ટી મળી જેને જમાલ રાશિદે ગોલમાં ફેરવવામાં કોઈ ભૂલ ન કરી. ભારતે પોતાના પ્રથમ મેચમાં થાઈલેન્ડને ૪-૧થી હરાવ્યું હતું પરંતુ તે યજમાન યૂએઈ સામે ૦-૨થી હારી ગયું હતું. ભારતને શરૂઆતમાં ડિફેન્ડર અનસ ઇથાહોડિકાને ઈજા થવાની ઝટકો લાગ્યો હતો અને ચોથી મિનિટમાં કોચ સ્ટીફન કાન્સટેનટાઇને તેના સ્થાને એસ રંજન સિંહને ઉતારવો પડ્યો હતો.

બહરીન મેચમાં હાવી હતું અને ભાકત ભાગ્યશાળી રહ્યું જે, ૭૧મી મિનિટે ગોલ ખાવાથી બચી ગયું હતું. ત્યારે ઝિંગાન ચુકી ગયો પરંતુ સ્થાનાપન્ન મોહમ્મદ મહરૂનનો શોટ ગોલપોસ્ટને ટકરાઈ ગયો હતો.

Previous articleઓસ્ટ્રેલિયન ઓપનની અંતિમ મેચ શાનદાર રીતે પૂરી થઇ : એન્ડી મરે
Next articleભારતે ઓસ્ટ્રેલિયાને ૬ વિકેટે હરાવ્યું