૧૨૬ના આજીમાએ મતદાન કર્યું : ભલભલા શરમાઇ ગયા

757
gandhi10122017-5.jpg

ગુજરાતમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું હતું ત્યારે આજે રાજકોટના ઉપલેટા ખાતે ૧૨૬ વર્ષના આજીમા સોદાભાઇ ચંદ્રવાડિયાએ ભારે ઉત્સાહ સાથે મતદાન કરી રાજયભરના મતદારોને મતદાન કરવા માટેની અનોખી પ્રેરણા પૂરી પાડી હતી. આજીમા દેશ અને દુનિયામાં સૌથી વયોવૃધ્ધ મતદાર છે. આજીમા મતદાન કરવા આવ્યા ત્યારે તેમની ઉમંર સાંભળી તેમ જ મતદાન કરવા માટેનો તેમનો ઉત્સાહ અને આગ્રહ ભલભલાને શરમાવે તેવો હતો. ૧૨૬ વર્ષના આજીમાને જોવા લોકો ટોળે વળ્યા હતા. ૧૨૬ વર્ષીય આજીમાને મતદાન મથક સુધી લઇ જવા માટે કલેકટર તંત્ર દ્વારા પણ ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આજીમાના ચૂંટણી કાર્ડમાં તા.૧-૧-૨૦૦૭ના રોજ તેમની ઉમંર ૧૧૬ વર્ષ દર્શાવાઇ છે. જિલ્લા ચૂંટણી અધિકારી ડો. વિક્રાંત પાંડએ ઉપલેટા બુથ લેવલ અધિકારીને આજીમાના ગેર મોકલી તેમની ઉમંરની ખરાઇ કરાવી હતી. આટલી ઉમંરે આજીમા અડીખમ છે અને કયારેય દવાખાનુ જોયુ નથી. આજીમા પુત્રો, પુત્રીઓ, પૌત્રો અને પૌત્રીઓ મળી ૪થી પેઢીએ ૬૫ અલગ અલગ સભ્યોનો વિશાળ પરિવાર ધરાવે છે. છપ્પનીયા દુકાળ વખતે આજીમા ૮થી ૧૨ વયના હતા અને દુષ્કાળના દિવસોની વાતો આજે પણ તેઓ યાદ કરે છે કે, એ વખતે કેવી કપરી સ્થિતિ હતી. દરમ્યાન આજીમાને મતદાન વિશે પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, બાપલિયા, મતદાન તો કરવું જ પડે ને..મતદાન લોકશાહીનો અધિકાર અને ફરજ છે. ૧૨૬ વર્ષની ઉમંરેય આજીમા પોતાનું કામ અને ઘરનું થોડુ ઘણું કામ જાતે જ કરી લે છે.

Previous articleભરૂચમાં ૧૧૫ વર્ષના લખમાં બા એ કર્યુ મતદાન
Next articleગુજરાતમાં કોંગ્રેસની કારમી હાર થશે જ : જેટલીનો દાવો