સુરતને ઇન્ટરનેશનલ એરપોર્ટ મળશે, ૩૦મીએ મોદી કરશે લોકાપર્ણ

706

લોકસભાની ચૂંટણી આવી રહી છે, તે પહેલા સરકારે ફટાફટ લોકોને ઉપયોગી જાહેરાતો અને કામો મંજૂર કરવાની શરૂઆત કરી દીધી છે. ત્યારે ગત ચૂંટણીમાં સુરતને ઇન્ટરનેશનલ એરપોર્ટ અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ આપવાનું વચન આપવામાં આવ્યું હતું. તે હવે ચૂંઠણીનાં ચાર મહિના પહેલા પૂરું કરવામાં આવશે તેવો દાવો કરવામાં આવ્યો છે. ૩૦ જાન્યુઆરીએ વડાપ્રધાન નેરેન્દ્ર મોદી સુરત આવશે અને પહેલી સુરત શારજાહ ફલાઇટને લીલીઝંડી આપશે તેવી જાહેરાત સુરત અને નવસારીના સાંસદ દર્શના જરદોશ અને સી.આર.પાટીલે ટિ્‌વટ દ્વારા કરી છે. જેને કારણે સુરતીઓમાં ખુશીનો માહોલ છે. એક સમયે એરપોર્ટ માટે અને પછી ફ્લાઇટ માટે આંદોલન કરતા સુરતીઓ વધુ ફ્લાઇટ મળે તેવી આશા પણ રાખી રહ્યાં છે.

હજારો કરોડો રૂપિયાના વેપાર અને સરકારને કરોડોનો ટેક્સ આપતા સુરતને એક સમયે સારા એરપોર્ટના ફાંફા હતા. એરપોર્ટ મળ્યુ પછી કનેક્ટિવિટી માટે ફ્લાઇટ મળી ન હતી. ત્યારે હવે ફ્લાઇટની સંખ્યા વધી છે, તો સુરતને ઇન્ટરનેશનલ એરપોર્ટ અને ફ્લાઇટ મળે તેવી માગણી છેલ્લા દોઢ વર્ષથી કરવામાં આવતી હતી. ત્યારે હવે સુરતના લોકો માટે ખુશીના સમાચાર છે.

વર્ષોથી જેની કાગડોળે રાહ જોવામાં આવી રહી હતી. તે ઇન્ટનેશનલ એરપોર્ટનું સપનું ૩૦મીએ પુરૂ થવા જઇ રહ્યું છે.

Previous articleબજારમાં તેજી : સેંસેક્સમાં ૪૬૫ પોઇન્ટ સુધી વધારો
Next articleવાઈબ્રન્ટ સમિટમાં રોકાણકારો, મુલાકાતીઓને આકર્ષવા પ્રયાસ