વાઇબ્રન્ટ સમિટ ગુજરાત ૨૦૧૯નો ગાંધીનગરમાં આરંભ થઈ રહ્યો છે ત્યારે પાટનગરના મહાત્મા મંદિર ખાતે સમિટમાં દેશ તેમજ વિદેશથી આવનારા ખાસ મહેમાનો અને મુલાકાતીઓ તેમજ રોકાણકારોને આકર્ષવા માટે તંત્ર દ્વારા દિવસ -રાત મહેનત કરી અમદાવાદ ગાંધીનગર મુખ્ય માર્ગના ડિવાઇડરો પર રોશની કરવામાં આવી રહી છે. તેમજ મહાત્મા મંદિરમાં પણ અવનવા ટેબ્લો તેમજ સ્ટોલો ઉભા કરી આ સમિટમાં દેશ તેમજ વિદેશમાંથી આવતા લોકો ગુજરાતમાં રોકાણ કરવા પ્રેરાય તેવા ખાસ પ્રયાસ કરવામા આવી રહ્યા છે.