સાંજે છોટાઉદેપુર જીલ્લાના બોડેલી તાલુકાના ઊંચાપાન પાસે બે બાઈકની સામ-સામે જોરદાર ટક્કર થઇ હતી. જેમાં બાઈક સવાર ચાર યુવાનોના ઘટના સ્થળેજ મોત નીપજ્યાં હતા. તો ઈજાગ્રસ્ત બે યુવાનોને સારવાર અર્થે ૧૦૮ દ્વારા જામ્બુઘોડા લઇ જવાયા હતો. ઘટનાની પોલીસને જાણ થતાની સાથે જ પોલીસ સ્થળે પહોંચી હતી.બને બાઈક ઉપર ત્રણ ત્રણ લોકો સવાર હતા. જેમાં બંને બાઈક ઉપરના બબ્બે યુવાનોના મોત થયા. જ્યારે બંને બાઈક ઉપર સવાર એક એક ઈજાગ્રસ્ત બન્યા હતા. મોતને ભેટનાર એક બાઈક સવાર મધ્યપ્રદેશના કઠ્ઠીવાડા પાસેનાં સાજનપુર ગામનો હોવાનું અને મજુરી અર્થે અહીં આવેલો હોવાનું અને બીજો પાવીજેતપુરનાં રાયપુરનો હોવાનું જાણવા મળે છે. તો બીજી બાઈક ઉપર સવાર લોકો પાવીજેતપુરનાં મોટી બેજ ગામના હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે બોડેલી પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.