ઉત્તરાયણના દિવસે આખા દિવસ દરમ્યાન પતંગો ઉડતી હોય છે અને કપાતી પતંગોના દોરા રોડ પરથી પસાર થતા લોકોની ડોકમાં ભરાઈ છે અને ગંભીર ઈજા થાય છે. અજય જાડેજા દ્વારા સવારના ૮-૩૦ થી ૧ર-૩૦ સુધી જ્વેલ્સના સર્કલમાં ઉભા રહીને બધી જ બાજુથી પસાર થતા લોકોને વાહન ધીમે ચલાવવા અને દોરાનું ધ્યાન રાખવાની અવેરનેસ આપી, તો ચાલુ ગાડીએ મોબાઈલ પર વાત કરતા લોકોને પણ સમજાવ્યા. આ સમય દરમ્યાન પ૦૦થી વધારે લોકોને અવેરનેસ આપી, જે લોકો પાસે મફલર હતા તેમને ડોકમાં વીટી દેવાનું કહેવામાં આવ્યું. આવી જ રીતે સાંજે પણ ૩ થી ૪ કલાક અલગ-અલગ એરિયામાં અવેરનેસ આપવામાં આવી હતી.