વિદ્યાર્થીઓમાં પ્રત્યક્ષ જ્ઞાનનો સંસય થાય તેમજ નવી રીતભાત, નવા રિવાજો, નવી ભાષા અને નવીન કાર્યશૈલીથી વાકેફ થાય તેવા શુભ હેતુ સાથે યોજાયેલ પ્રવાસ પર્યટન અંતર્ગત તળાજાની આરાધ્યા વિદ્યાસંકુલના ધોરણ ૯ થી ૧રના વિદ્યાર્થીઓએ તાજેતરમાં ગાંધીનગર ખાતે ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિઝયભાઈ રૂપાણી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી, આ પ્રસંગે મુખ્યમંત્રી વિદ્યાર્થીઓ સાથે શૈક્ષણિક વાર્તાલાપ તેમજ શાળા સંચાલક વૈભવભાઈ જોષી સાથે શિક્ષણ અંગે વિચાર ગોષ્ઠી કરી હતી, વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની મુખ્યમંત્રીએ શુભકામના પાઠવીહ તી, આ તકે નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ તેમજ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, વિભાવરી બહેન દવે સહિતના મંત્રીઓ વિદ્યાર્થીઓ સાથે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને માર્ગદર્શન પુરૂ પાડેલ હતું.