બરવાળા પોલિસ દ્વારા શહેરમાં મોટર સાયકલ ચાલકોને ઉતરાયણપર્વ નિમિતે ગળાના ભાગે દોરીના કારણે ઇજા ન પહોચે તે માટે સુરક્ષા બેલ્ટ બાંધવામાં આવ્યા હતા તેમજ પતંગ દોરી વેચતા વેપારીને ત્યાં ચાઈનીઝ દોરીના વેચાણ અંગે ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યુ હતુ. જેમાં આર.કે.પ્રજાપતિ, કિરણસિંહ દાયમા, લગ્ધીરસિંહ ચૂડાસમા, બહાદુરસિંહ રાઠોડ, પી.ડી.વાળા સહિતનો પોલિસ સ્ટાફ સુરક્ષા સેતુ અભિયાનમા જોડાયો હતો.
બોટાદ જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત બોટાદ જિલ્લા પોલિસ અધિક્ષક હર્ષદ મહેતા તેમજ વિભાગીય નાયબ પોલીસ અધિક્ષક રાજદિપસિંહ નકુમની સુચના મુજબ મકરસંક્રાંતિના તહેવાર નિમિતે શહેરના લોકો શાંતિથી, સુરક્ષીત અને સલામતિથી તહેવાર ઉજવી શકે તે માટે બરવાળા પોલિસ દ્વારા તા.૧૩ ના રોજ સાંજે શહેરના રસ્તા ઉપરથી પસાર થતાં મોટર સાયકલ ચાલકોને ગળામાં દોરી વાગી ન જાય તે માટે મોટર સાયકલ ચાલકોને સુરક્ષા બેલ્ટ બાંધવામાં આવ્યા હતા. પોલિસ દ્વારા બરવાળા શહેરની મૂખ્ય બજારોમા ફરી રસ્તા ઉપર પસાર થયેલ દરેક મોટર સાયકલ ચાલકને ગળાના ભાગે સુરક્ષા બેલ્ટ બાંધવામાં આવ્યા હતા શહેરના લોકોએ બરવાળા પોલીસની સુરક્ષા અભિયાનને બિરદાવી સહર્ષ આવકાર્યો હતો.સાથે સાથે બરવાળા પોલિસ દ્વારા શહેરમાં પતંગ-દોરાના વેપાર કરતા ૨૦ જેટલા વેપારીઓને ત્યાં ચાઈનીઝ દોરાના વેચાણ અંગે ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતુ.
બરવાળા પોલીસ દ્વારા શહેરનાં હાઈવે રોડ, નાવડા રોડ,મૂખ્ય બજાર, છત્રીચોક, રોજિદ દરવાજા,રોકડીયા હનુમાનજી સહિતના વિસ્તારોમાં બાઈક ચાલકોને સુરક્ષા બેલ્ટ બાંધી સુરક્ષા અભિયાન હાથ ધરવામાં આવ્યુ હતુ.