બરવાળાના રોજિદ ગામ પાસે અકસ્માત ૧નું મોત, ૫ને ઈજા

1359

બરવાળા તાલુકાના રોજિદ ગામ પાસે મોટર સાયકલ અને સ્વિફટ ડીઝાઇર કાર વચ્ચે સામ સામે ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં કારમાં સવાર એકનું ઘટના સ્થળે કમકમાટીભર્યુ કરુણ મોત નિપજ્યું હતું જ્યારે પાંચ લોકોને ગંભીર ઇજાઓ પહોચતા સારવાર અર્થે ધંધુકાની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.આ બનાવ અંગેની બરવાળા પોલીસને થતાં આર.કે.પ્રજાપતિ પી.એસ.આઇ.  હરેશભાઈ વીરગામા સહિતનો પોલિસ સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈ ધોરણસરની કાર્યવાહિ હાથ ધરી હતી.

આ બનાવ અંગે બરવાળા પોલિસ સુત્રો પાસેથી મળતી વિગત અનુસાર બરવાળા-ધંધુકા હાઈવે ઉપર આવેલ રોજિદ ગામ પાસે સુચિ ડેરી નજીક આજે બપોરના બરવાળા તરફથી જઈ રહેલ સ્વિફ્ટ ડીઝાઈર કાર નં.જી.જે.૧૪.એક્સ.૭૭૦૭ તેમજ ધંધુકા તરફથી આવી રહેલ મોટર સાયકલ નં.જી.જે.૫.એ.બી.૨૫૬૦ વચ્ચે સામ સામે ધડાકાભેર ભટકતા મોટર કારનું સ્ટિયરિંગ લોક થઈ જતા કાર રોડ ઉપરથી પલ્ટીમારી ખાળીયામાં ગુલાંટ મારી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં ૧ વ્યક્તિને ગંભીર લોહિયાળ ઇજાઓ પહોચતા ઘટનાસ્થળે કમકમાટીભર્યુ કરુણ મોત નિપજ્યું હતુ જ્યારે ધુડાભાઈ લાખાભાઈ દોધરિયા રહે.માલપરા, તા.ઉમરાળા, હિંમતભાઈ લાખાભાઈ દોધરિયા રહે.માલપરા,તા.ઉમરાળા સહિત અન્ય ૩ લોકોને ગંભિર ઇજાઓ પહોચતા બરવાળા ઈમરજન્સી ૧૦૮ મારફત સારવાર અર્થે ધંધુકાની આર.એમ.એસ. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.જ્યારે આ બનાવમાં ભોગ બનનારનું પી.એમ.બરવાળા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કરાવવામાં આવ્યુ હતુ.

આ ગમખ્વાર અકસ્માત અંગે બરવાળા પોલિસ મથકમા સ્વિફ્ટ કારના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનીય વિગત અનુસાર મૃતકનો પુત્ર અમરેલી ખાતે નોકરી કરતો હોય જેને મળવા પરિવારજનો આવ્યા હતા જે પુત્રને મળી અમરેલીથી અમદાવાદ જઈ રહેલા પરિવારને રોજિદ ગામ પાસે અકસ્માત નડ્યો હતો આ બનાવ અંગેની જાણ થતાં અમરેલીથી સગા સંબંધીઓ પહોચી ગયા હતા.

આ અકસ્માતમાં બરવાળા પોલિસ દ્વારા સ્વિફ્ટ કારમાં ઇજાપામેલ તેમજ મૃતકને કારના દરવાજા તોડી ભારે જહેમત બાદ ગાડીમાંથી બહાર કાઢી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

Previous articleરતનપરના દલીત વૃધ્ધની સ્મશાનમાં અંતિમ વિધિ કરવા ન દેતા એસ.પી. કચેરીએ રજૂઆત
Next articleગ્રામ દક્ષિણામૂર્તિ મણારથી લોકભારતી સણોસરા સુધીની ગાંધી સંદેશ પદયાત્રા