ગાંધીનગરમાં ટ્રક-ટ્રેલર-ટાયર એક્સપો ૨૦૧૭નો પ્રારંભ 

1151
gandhi1092017-2.jpg

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ભારતને જગદગુરૂ બનાવવાની પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇની સંકલ્પબદ્ધતામાં ટ્રાન્સપોર્ટેશન-લોજિસ્ટીક સેકટર અગ્રણી રહી શકે તેમ છે, તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. 
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, બદલાતા વિશ્વ સાથે જ્યારે હવે ટ્રક-ટ્રેલર-ટાયર ક્ષેત્રે નવા નવા આવિસ્કારો થઇ રહ્યા છે. તેનો દેશ-રાજ્યમાં વ્યાપક વિનિયોગ હવે સમયની માંગ બન્યો છે. મુખ્યમંત્રીએ મહાત્મા મંદિરમાં યોજાઇ રહેલા ટ્રક-ટ્રેલર એન્ડ ટાયર એક્સપો-૨૦૧૭ તથા ઇન્ટરનેશનલ કોન્ફરન્સનું કેન્દ્રીય રાજ્ય મંત્રી મનસુખભાઇ માંડવીયા અને ગુજરાતના વાહન વ્યવહાર મંત્રી વલ્લભભાઇ કાકડીયા, સંસદીય સચિવ વાસણભાઇ આહિરની ઉપસ્થિતિમાં ઉદઘાટન કર્યું હતું. તેમણે પ્રદર્શની પણ રસપૂર્વક નિહાળી હતી.
પહેલા ટ્રાન્સપોર્ટ સેકટર ઉપર ફોક્સ ન હોવાને કારણે પ્રગતિ-ગતિમાં રૂકાવટો આવી હતી. હવે સમય બદલાયો છે અને કનેકટીવીટી, લોજિસ્ટીકસ, ટ્રાન્સપોર્ટનો દેશ અને રાજ્યના જી.ડી.પી.માં મોટો ફાળો થયો છે. 
સમયબદ્ધ-સુરક્ષિત અને સલામત ટ્રાન્સપોર્ટ હવે સમયની માંગ છે. કેન્દ્રની વર્તમાન નરેન્દ્રભાઇ મોદીની આ સરકાર રસ્તાને ગતિ-પ્રગતિના સંવાહક તરીકે સ્વીકારીને ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ સાથે એક્સપ્રેસ-વે સીક્સલેન-વેના નવતર અભિગમથી કાર્યરત છે. ઇન્ફ્રાસ્ટ્રકચર સાથે વાહન યાતાયાત સાધનો પણ મોર્ડનાઇઝેશન, આધૂનિક ટેકનોલોજી યુકત બને તે દિશામાં આ એક્સપો નવું દિશા દર્શન કરનારૂ બનશે.
માર્ગો પરના ભારણ ઘટાડવા કોસ્ટલ ફેઇટ સર્વિસ, રૉ-રૉ ફેરી સર્વિસ જેવા વિકલ્પો વિકસાવવાની ગુજરાતે અપનાવેલી દિશા દેશમાં અગ્રેસર બનશે તેવી શ્રદ્ધા વ્યક્ત કરી હતી. વિજયભાઇએ માર્મિક શબ્દોમાં કહ્યું કે, હવે ખટારાનો યુગ પૂરો થયો છે. નવી ટેકનોલોજીમાં નવા લોજિસ્ટીક્સ માધ્યમોથી ઝડપી, સરળ અને સલામત વાહતૂક વાહનો ઉપલબ્ધ થતાં આખી ટ્રાન્સપોર્ટ ઇન્ડસ્ટ્રી વિકાસની નવી ક્ષિતિજે આવી છે. 
આવા સમયે ગુજરાતમા યોજાઇ રહેલા આ પ્રદર્શનને તેમણે રાઇટ ટાઇમ ફોર રાઇટ જોબ ગણાવીને આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા. 
કેન્દ્રીય પરિવહન રાજ્ય મંત્રી મનસુખભાઇ માંડવીયાએ આ એક્સપોને પરિણામે ટ્રાન્સપોર્ટે સેકટરને નવી વિચાર ધારા મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટીકસ હવે સમય સાથે બદલાયેલ છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇના નેતૃત્વની કેન્દ્ર સરકારે મલ્ટીલેવલ ર્પાકિંગ્સ અને મોટર વ્હીકલ ટ્રાન્સપોર્ટ પોલિસીમાં સુધારાની જે પહેલ કરી છે તે આ સમગ્ર ઉદ્યોગને ‘મેક ઇન ઇન્ડિયા’ ભણી પ્રેરિત કરશે. 
પહેલાં જે મર્યાદિત યાતાયાત અને વાહતૂક વાહનો હતા તેના સ્થાને સમયાનુકુલ પરિવર્તન પામેલા ટ્રાન્સપોર્ટે મોડ આવવાને કારણે સલામતિ, સરળતા સાથે એક્યુરસી પણ વધી છે. 
આ એક્સપો અને સેમિનાર આધુનિક ટ્રાન્સપોર્ટેશન મોડ માટેનો વૈચારિક આદાન-પ્રદાનનો મંચ બનશે તેવી અપેક્ષા દર્શાવી હતી. કેન્દ્રીય મંત્રીએ સવાસો કરોડ દેશવાસીઓ હવે ‘ભારત બદલ રહા હૈ’ ની અનુભૂતિ કરી રહ્યા છે તેમાં હવે ટ્રાન્સપોર્ટ સેકટર પણ આ ટ્રક-ટેલર-ટાયર એક્સપોથી સૂર પૂરાવે છે તેમ જણાવ્યું હતું.

Previous article જે.કે. સરવૈયા કોલેજ દ્વારા વૃક્ષારોપણ
Next article ઈ-નામ પ્રોજેકટથી પાક પેદાશની ખરીદીનો  ખેડૂતો દ્વારા વિરોધ