સ્વચ્છતા અભિયાનને આગળ ધપાવતા ભાજપ બંક્ષીપંચ મોરચાનાં હોદ્દેદારો

820

ભારતીય જનતા પાર્ટી દ્વારા ગઠીત ભાવનગર શહેર બક્ષીપચ મોરચા ના હોદ્દેદારોએ ભારત સ્વચ્છતા અભિયાનના વડાપ્રધાન ના સંકલ્પ ને સાકાર કરવા હેતુ, મકરસંક્રાંતિ ના પવિત્ર પર્વ ના બીજા દિવસે તારીખ ૧૫/૦૧/૨૦૧૯ મંગળવારના વહેલી સવારે ભાવનગર ના શિવાજી સર્કલ તેમજ ધોધાસર્કલ ઉદ્યાન મા મકરસંક્રાંતિ દરમિયાન પડેલ પતંગ અને દોરાઓ અને અન્ય કચરા ને સંગઠિત થઇ, સ્વચ્છતા ના કાર્ય ને એક સામાજિક ઋણ અદા કરવાનો એક પ્રયાસ નું આગવું કાર્ય કરેલ.  સમગ્ર ભાવનગર ના નાગરિકો એક  સાથે સપથ ગ્રહણ કરીએ કે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ડસ્ટબીન ગોઠવેલ છે તેમાં કચરા ને નાંખી, એક સ્વચ્છ અને નિરોગી ભાવેણાનુ નિર્માણ કરવા માટે સહયોગી થઇએ. આવનાર નવી પેઢી ને એક સ્વચ્છ ભારત અર્પણ કરવા માટે આજથી જ એક કદમ લઇએ. અઠવાડિયામાં એકદિવસ એવો ફાળવવી એ કે આના માટે આપણા તરફથી સામાજિક જવાબદારી નિભાવીએ. બક્ષીપંચ મોરચા ભાવનગર શહેર ટીમે  હાજરી આપી હતી જેમાં  પ્રમુખ અમલભાઈ ચૌહાણ, ઉપ.પ્રમુખ ડૉ એમ.જી સરવૈયા મહા મંત્રી ભલાભાઇ ચાવડા, મંત્રી હરેશભાઈ ગોહેલ, વીજયભાઇ મકવાણા, અશોકભાઇ વાઘેલા સાથે મળી સફાઇ અભીયાન કરેલ.

Previous articleગ્રામ દક્ષિણામૂર્તિ મણારથી લોકભારતી સણોસરા સુધીની ગાંધી સંદેશ પદયાત્રા
Next articleપતંગની દોરીથી ગળા કપાતા મહુવામાં બે બાળકોનાં મોત