મકરસંક્રાંતિ પર્વમાં લોકોની મજા પક્ષીઓ માટે સજા સાબીત થવા પામી હતી. જેમાં ગઈકાલે ઉત્તરાયણ નિમિત્તે શહેરના વિવિધ વિસ્તારોમાં પતંગના દોરાથી કબુતર, પેઈન્ટેડ સ્ટોર્ક, પોપટ, કોયલ સહિતના અસંખ્ય પક્ષીઓ ઈજાગ્રસ્ત થયા હતા જેને સેવાભાવી સંસ્થાઓ દ્વારા સારવાર અપાઈ હતી. જે પૈકીના છ પક્ષીઓના મોત થયા હતા.