સ્ટેન્ડીગ કમિટીને તંત્ર દ્વારા ખોટી માહિતી દેવાય એ સહન નહી થાય : કુમાર શાહ

1202

ભાવનગર મહાનગર પાલિકા સ્ટેન્ડીંગ કમિટી બેઠક ચેરમેન યુવરાજસિંહ ગોહિલના અધ્યક્ષ પદે મળેલ, બેઠકમાં કમિ. ગાંધી, નાય. કમિશ્નર ગોવાણી, ડે. કમિ. રાણા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. એજન્ડા પરનાં ર૧ ઠરાવો પૈકી સોલીડ વેસ્ટનો ઠરાવ ચર્ચાને અંતે પેન્ડીંગ રાખી ર૦ ઠરાવો પાસ કરાયા હતા.

બેઠકમાં પેન્ડીંગ ઠરાવ મુદ્દે કેવામાં આવ્યું કે, પાંચ લાખ મેટ્રીક ટન કચરો ભેગો થયેલો પડયો છે, આવા પ્રશ્ન અંગે અભયસિંહ ચૌહાણે કિધુ કે, પૂર્ણ રીતે કામ થયું હોય તો આટલો કચરો ભેગો કેમ થાય, તેમાં વધુ એમ કેવાયું કે, નિયમો બનાવો તેવી ધીરૂભાઈ ધામેલીયાએ માંગ ઉઠાવી તો રાજુભાઈ પંડયાએ એ મુદ્દે એવી ટકોર કરી કે, સફાઈ મશીન જેવું ન થાય તે જોજો. અભયસિંહે કિધુ કે, કિંમત પ્રમાણે કામ થતુ નથી, આ કામ બીલકુલ ખોટુ છે. રાજુભાઈ પંડયાએ બે ત્રણ મહિનાથી રોડ ખદકાયેલા પડયા છે, લોકોની પરેશાની વાત કિધી. કમિશ્નરે એક ઠરાવની ચર્ચામાં એમ કિધુ કે, અમૃત યોજના તળે દોઢસો કરોડનાં કામો થયા છે. જાગૃત નગરસેવક કુમાર શાહે આઠ-દસ દિવસથી પાણીની હરકતો ઉભી થઈ રહી છે. તંત્રે એક ઠરાવ મુદ્દે એવું જણાવ્યું કે, ચાર એજન્સીઓ કામ માટે આવેલ બે ડિસ્કોલીફાઈડ થઈ છે. કુમારે કિધુ કે, તંત્રમાં ડીપીઆરનો ખરાબ અનુભવ છે, સામેથી દેવા જેવું કામ નથી. રાજુ પંડયાએ સ્વચ્છતા મુદ્દે એવી ગંભીર ફરીયાદ કરી કે, ડસ્ટબીનનાં ઢાંકણાઓની લોક ફરીયાદો દુર કરો નારેશ્વર રોડનાં એક ડસ્ટબીનમાંથી બીલકુલ કચરો ઉપાડવામાં આવતો નથી મને વેપારીએ ફરીયાદ કરી છે.

અલ્પેશ વોરાએ હોટલ, રેસ્ટોરન્ટનું લીસ્ટ માંગ્યું અને તંત્રે ૪૬૮નું લીસ્ટ આપ્યું, ચાર્જ વસુલાતની વાતમાં એવી બાબત કેવાય કે, બે કરોડ ૧૩ લાખ જેવી રક વસુલવાની બાકી છે, તંત્રનાં આવા જવાબ સામે અભયસિંહ ચૌહાણે સાફ-સાફ શબ્દોમાં જણાવ્યું કે, ચાર પાંચ વર્ષથી સામાન્ય સભામાં ઠરાવ થાય અને પછીય આવી નબળી કામગીરી આવું કેમ ચલાવી લેવાય અને તંત્રે કિધુ આ બાબતે ફાઈલમાંથી વિગત કાઢીને સભ્યોને પુરી-પુરી વિગત દેશું.

મેરેજ અંગેની માહિતી બાબતે કુમાર શાહે તંત્રને આડે હાથ લેતા કહ્યુ કે, સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં ખોટી માહિતી દેવાય તે સહન નહી થાય, સ્ટેન્ડીંગ કમિટીની ખોટા માર્ગે દોરવાની વાત નો કરો તો સારૂ અભયસિંહે કિધુ તંત્રે પુરી સ્પષ્ટતાથી વાત કરવી જોવે અને કોમ્પ્યુટર વિભાગનાં પરમારે વિગતોની વિગત જણાવી.

આજની બેઠકમાં એજન્ડા પરના ઠરાવો સર્વાનુમતે પાસ થયા. બોર્ડમાં ગીતાબેન બારૈયાએ નિલમબાગ પાસેનું પાણી સુર્ય સોસાયટીમાં ઘુસી જાય છે, એટલું જ બસ નથી, આ પાણી લોકોના ઘરોમાં ઘુસી જાય છે. આ પાણી ડ્રેનેજ લાઈનમાં જાય તેવું ગોઠવો તો ઉષાબેન તલરેજીયાએ રસાલા નવાગુરૂ દ્વારા પાસે ડ્રેનેજ લાઈનો ઉભરાય છે. મેનહોલનાં ઢાંકણા પણ નથી આવી લોક ફરીયાદ કરી હતી. આજની બેઠકમાં એક ઠરાવ સિવાયના બધા ઠરાવો પાસ કરી દેવાયા હતા.

Previous articleસસ્તા ભાવે ડોલર આપવાની લાલચ આપી ઠગાઈ કરતા બે શખ્સો ઝડપાયા
Next articleભાવેણાવાસીઓએ ઉત્તરાયણ પર્વની કરી ધમાકેદાર ઉજવણી