કોંગી ઉમેદવાર અંબરીશભાઈ ડેરએ સમર્થકો સાથે મતદાન કર્યુ

671
guj10122017-2.jpg

૯૮ વિધાનસભા રાજુલા ખાતે કોંગ્રેસના ઉમેદવાર અંબરીશભાઈ ડેરની હજારો કાર્યકર્તાઓ સાથે બુથ પર એકલા જઈ કુમાર શાળા-૧માં પોતાનો મત અપાયો સાથે કાર્યકર્તાઓને મતદાન કરાવવા આદેશ સાથે ૧ મતની કિંમત કેટલી તે સમજાવ્યું અને ૬૬.પ૦ ટકા કુલ મતદાન થયું હતું.
અંબરીશભાઈ ડેરએ તા.૯-૧રના ૯૮ વિધાનસભા રાજુલા કુમાર શાળા નં.૧ ખાતે પોતાનો મતાધિકાર આપવા જતા બહોળી સંખ્યામાં સમર્થકો સાથે આચારસંહિતાને માન આપી એકલા મતદાન બુથ પર જઈ શાંતિપૂર્વક પોતાનું મતદાન આપી વીવીપેટમાં બરાબર મતદાન થયું તે બતાવે છે તે તપાસ ખાતરી પણ કરાઈ. ઉપરાંત બહાર નિકળી સર્વે કાર્યકર્તાઓને ત્રણેય તાલુકા રાજુલા, જાફરાબાદ, ખાંભામાં શાંતિપૂર્વક મતદાન થાય. કાયદો-વ્યવસ્થા જળવાય તવા આદેશો તેમજ તેના કાર્યકર્તાઓને ૧ મતની કિંમત કેટલી છે તે સમજાવ્યું કે ઘણા એવી વાતો કરતા હોય છે કે હું મારો એક મત આપુ કે ન આપુ, મારા એક મતથી શું ફરક પડવાનો ? તો આવું બોલતા હોય તેને બતાવો કે એક મતની તાકાત શું છે તે સાંભળો. ર૦૦૮માં ડો.સી.પી. જોશીનાથ દ્વારા રાજસ્થાનથી વિધાનસભાની ચૂંટણીમાં ૧ મતથી હારી ગયા, ૧૯ર૩માં એક મત વધારે એડોલ્ફ હિટલર નાઝી પાર્ટીનો નેતા બન્યો અને હીટલર યુગનો જન્મ થયો, ૧૯૯૮માં એક મત ઓછો મળતા રાષ્ટ્રના મહાન વિભુતી કે જેની ઉપર કોંગ્રેસ ભાજપ કે અન્ય રાજકિય પક્ષોને માનપૂર્વક આદર સત્કાર કરે છે તેવા અટલબિહારી બાજપાઈને શાસક સત્તામાંથી બાદબાકી થઈ અને વિપક્ષમાં બેસવાનો વારો આવેલ. ૧૮૭પમાં એક મતના ફેરથી ફ્રાન્સ રાજાશાહીમાંથી ગણતંત્ર બન્યું. ૧૭૭૬માં એક મત વધુ મળતા જર્મનની જગ્યાએ અંગ્રેજી અમેરિકાની ભાષા બની અને મહત્વપૂર્ણ વાત આપણા રાષ્ટ્રીય ધુરંધર નેતા જેણે પ૬પ રજવાડાને માનપૂર્વક વિનંતીથી વિલીનીકરણ કરાવી ભારત વર્ષની એક જ સત્તા અપાવનાર સરદાર વલ્લભભાઈ પટેલ એક વખત ૧૯૧૭માં એક મત ઓછો મળતા અમદાવાદ કોર્પોરેશનમાંથી માત્ર ૧ મતે હારી ગયેલ આ એક મતથી કિંમત છે. આવા શબ્દો દરેક કાર્યકર્તાઓને સમજાવી શાંતિપૂર્ણ એક મત પડ્યો ન રહે તેવું મતદાન કરાવવા આદેશો અપાયા હતા.

Previous articleજૈફવયના મતદારની લોકશાહી પ્રત્યે વફાદારી
Next articleજાફરાબાદમાં હીરાભાઈ સોલંકીએ પરિવાર સાથે કર્યો મતાધિકારનો ઉપયોગ