ઓસ્ટ્રેલિયન ઓપનઃ ફેડરરનો સતત ૨૦માં વર્ષે ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ

741

ગત ચેમ્પિયન રોજર ફેડરર અને કૈરોલિન વોન્જિયાકીએ પોત-પોતાના મુકાબલા અલગ અંદાજમાં જીતીને ઓસ્ટ્રેલિયન ઓપનના ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો છે. ફેડરરે સતત ૨૦માં વર્ષે ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે, પરંતુ બ્રિટનના ડોન ઇવાન્સ વિરુદ્ધ મુકાબલો ૭-૬, ૭-૬, ૬-૩થી જીતવામાં તેણે ઘણી મહેનત કરવી પડી હતી.

૨૦ ગ્રાન્ડ સ્લેમ વિજેતા ફેડરર મેલબોર્નમાં રેકોર્ડ સાતમો અને સતત ત્રીજો ખિતાબ જીતવાના ઈરાદાથી ઉતર્યો છે. તેણે પ્રથમ રાઉન્ડમાં ડેનિસ ઇસ્તોમિનને હરાવ્યો, પરંતુ બીજા રાઉન્ડમાં તેણે સંઘર્ષ કરવો પડ્યો હતો. બે કલાક ૩૫ મિનિટ સુધી ચાલેલા મેચમાં વિજય બાદ ફેડરરે કહ્યું, હું શરૂઆતથી દબાવ બનાવી શક્યો હોત તો સ્થિતિ જુદી હોત. હવે ફેડરરનો સામનો ફ્રાન્સના જાઇલ્સ મોંફિલ્સ કે અમેરિકાના ટેલર ફ્રિટ્‌સ સામે થશે.

તો પાંચમી રેન્કિંગ ધરાવતા આફ્રિકાના કેવિન એન્ડરસનને અમેરિકાના ફ્રાંસિસ ટિયાફોએ ૪- ૬, ૬-૪, ૬-૪, ૭-૫થી પરાજય આપ્યો હતો. હવે વિશ્વના ૩૯માં નંબરના આ ખેલાડીનો સામનો ઇટાલીના આંદ્રિયાસ સેપ્પી સામે થશે.

મહિલા સિંગલ્સમાં વોનન્જિયાકીએ સ્વીડનની જોહાના લાર્સનને ૬-૧, ૬-૩થી પરાજય આપ્યો હતો. સ્લોએને સ્ટીફેન્સે ટિમિયા બાબોસને ૬-૩, ૬-૧થી પરાજય આપ્યો હતો.

Previous articleધોની સ્થિતિને અનુરૂપ બેટિંગ કરવાનું જાણે છેઃ જૈસન ગિલેસ્પી
Next articleકલોલમાં ઉતરાયણ લોહિયાળ બની, છરી મારી યુવકની હત્યા