મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વાયબ્રન્ટ ગુજરાત સમિટ-ર૦૧૯ની નવમી એડીશનમાં સ્જીસ્ઈ સેકટરના યુવા ઊદ્યોગકારોને વધુ પ્રોત્સાહિત કરી ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેશના વિઝનને વેગ આપતાં સ્જીસ્ઈ માટે વન સ્ટોપ ઇન્ફરમેશન વેબ સાઇટનું લોન્ચીંગ ગાંધીનગરમાં કર્યુ હતું. આ વેબ સાઇટ રાજ્યના સ્જીસ્ઈ એકમોને રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓની સરળ માહિતી આંગળીના ટેરવે ઉપલબ્ધ બનાવશે.
આ વેબ સાઇટ પર ભારત સરકારની ૮૮ અને ગુજરાત સરકારની પ૧ મળીને કુલ ૧૩૯ યોજનાઓ અપલોડ કરવામાં આવેલી છે. રાજ્ય સરકારના ઠરાવો, નાણાંકીય પ્રોત્સાહનો, મુખ્ય વિશેષતાઓ, અરજી કરવાની પધ્ધતિ વગેરેની તલસ્પર્શી માહિતી આ વેબ સાઇટ પૂરી પાડશે.