ગુજરાત ભાજપ લોકસભા પ્રભારી ઓમ માથુર આજે અમદાવાદની મુલાકાતે હતા. સવારે તેમનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ બપોરે તેઓ મીડિયા સંબોધનમાં પ્રથમ વાર સંવિધાન માં સંશોધન કરીને ૧૦ % આર્થિક આધાર પર આરક્ષણની જાહેરાત કરાઈ અને તેનો અમલ ગુજરાતમા સૌથી પહેલા કરાયો તે વિશે અભિનંદન આપ્યા હતા. ભાજપના પ્રદેશ લોકસભા પ્રભારી ઓમ માથુરે ગુજરાત સરકારને અભિનંદન પાઠવીને કહ્યું કે, ગુરાત સરકારે સવર્ણ અનામત સૌથી પહેલા લાગુ કર્યું.
ઓમ માથુરે મીડિયા સમક્ષ કહ્યું કે, ૨૦૧૪ બાદ દેશમાં માહોલ બદલાયો છે. આઝાદી બાદ પહેલીવાર એવો વડાપ્રધાન મળ્યો છે, જે ગામ-ગીરબી, કિસાન મજૂબ બધાની ચિંતા કરે છે. ૨૦૧૪માં દરમિયાન મોદીજીએ ઈલેક્શન પ્રચારમાં કહ્યું હતું કે, મારી સરકાર ગામ અને ગરીબને સમર્પિત હશે. હાલ જે યોજનાઓ બની છે તે કલ્પના ન હતી. કેન્દ્ર સરકારે સાડા ચાર વર્ષમાં જે પણ યોજના બનાવી એ ગામ ગરીબ સહિતના વિવિધ પાસાંઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. તેઓએ તે સમયે જ્યારે દેશ ભ્રમણ કર્યું ત્યારે તેમણે પૂર્વાંચલ તથા દેશના અન્ય વિસ્તારોની સ્થિતિ જોઈ હતી. ત્યારથી જ સબકા સાથ સબકા વિકાસ સ્લેગન નીકળ્યું હતું. જનતાએ તેમના નેતૃત્વને સ્વીકાર્યું છે. અમે મોટા ક્ષેત્રમાં ૧૬ પ્રાંતમાં અમારી સરકાર છે.
“અબ મેં આ ગયા હૂં સબ કુછ ઠીક હો જાયેગા” ગુજરાત ભાજપના પ્રભારી ઓમ માથુરે પ્રભારી બન્યા બાદ પ્રથમ વખત ગુજરાતમાં પગ મુકતાની સાથે આ શબ્દો ઉચ્ચાર્યા હતા. તેની સાથે જ ગુજરાત ભાજપમાં બધુ બરાબર ન હોવાનો સંકેત આપ્યો હતો. નરેન્દ્ર મોદી ૨૦૧૪માં દિલ્હી ગયા ત્યારથી ગુજરાત ભાજપમાં અસંતોષ અને આંતરીક જૂથવાદ સામે આવે છે આંતરિક જૂથવાદના કારણે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેનને ગુજરાતની ગાદી છોડવી પડી હતી.
નીતિન પટેલને હાથમાં આવતું મુખ્યમંત્રી પદ જતું રહ્યું, છેલ્લે નવી રચાયેલી સરકારમાં નાણામંત્રી પદ માટેઆક્રમક બન્યા વિજય રૂપાણી પણ છેલ્લા સમયથી વિવાદિત નિવેદન કરે છે. ઓમ માથુરે પત્રકાર પરિષદમાં પોતાના વિચારો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ વખતે પણ અમે લોકસભાને તમામે તમામ બેઠકો ચોક્કસથી જીતીશું. તે માટેની રણનીતિ પણ તૈયાર થઇ રહી હોવાના સંકેતો આપ્યા હતા. ૧૦ ટકા અનામત અંગે તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ ૧૦ ટકા અનામત આપે છે. તેનો અમલ ગુજરાતે પ્રથમ કરીને વર્તમાન ભાજપ સરકારે નરેન્દ્ર મોદીને વધાવ્યો છે.