આજથી ૩ દિ’ CM મોદી ગુજરાતમાં

569

ગુજરાતને આજે અમદાવાદ ખાતે મ્યુનિ. દ્વારા રૂ. ૭૫૦ કરોડના જંગી ખર્ચે તૈયાર થયેલી આંતરરાષ્ટ્રીય કક્ષાની અદ્યતન સુવિધાથી સજ્જ સરદાર પટેલ હોસ્પિટલ પ્રાપ્ત થવાની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થવાનું છે તેવી આ ૧૮ માળની સૌથી ઉંચી હોસ્પિટલની વિશેષતા એ છે કે ૧૮મા માળના ટેરેસ ઉપર પબ્લીક હોસ્પિટલમાં પહેલી વખત એર એમ્બ્યુલન્સની સુવિધા મળનાર છે. ઇમરજન્સીમાં દર્દીને હોસ્પિટલ સુધી પહોંચાડતી વખતે હેલિકોપ્ટર ઉતરે ત્યારે બિલ્ડીંગમાં જરા સરખો પણ જર્ક આવે નહીં તે પ્રકારનું બાંધકામ અને આર્કિટેક્ચરલ વર્ક કરવામાં આવ્યું છે.

આજે તા.૧૭મીએ બપોરે બે વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર ઉતરાણ કરશે. ત્યાંથી હેલીકોપ્ટર મારફતે ગાંધીનગર સચિવાલય ખાતે આવેલા હેલિપેડ પર ઉતરાણ કરશે. ૨.૩૦ કલાકે હેલિપેડ ખાતે યોજાઈ રહેલા ગ્લોબલ ટ્રેડ-શોનું ઉદ્ઘાટન કરશે. આ ગ્લોબલ ટ્રેડ-શોમાં ૧૨૦૦ જેટલા વિવિક એક્ઝિબીટરો પોતાની પ્રોડકટ લઈને આવ્યા છે. બપોરે ૩ વાગ્યે ટ્રેડ શોથી અમદાવાદની નવી વી.એસ.હોસ્પિટલનું ઉદ્ઘાટન ૪ વાગ્યે કરશે અને વી.એસ.હોસ્પિટલની સુવિધાની સાથે હોસ્પિટલ સત્તાધીશો સાથે બેઠક કરશે. સાંજે ૬-૩૦ વાગ્યે રિવરફંન્ટ અમદાવાદ ખાતે યોજાઈ રહેલા શોપિંગ મેલાનો પ્રારંભ કરાવશે.જેમાં દેશ-વિદેશની ૧૫૦૦૦થી બ્રાન્ડ એક જ જગ્યાએ ઉપલબ્ધ બનશે. આ શોપિંગ ફેસ્ટિવલ ૨૭ જાન્યુઆરી સુચી ચાલશે. સાંજે ૭-૩૦ વાગ્યે મહાત્મા મંદિર આવશે. રાત્રી રોકાણ રાજભવન કરશે. તા.૧૮મીએ સવારે ૧૦ વાગ્યે મહાત્મા મંદિર ખાતે વાઈબ્રન્ટ સમિટ-૨૦૧૯નો પ્રારંભ કરાવશે. આ ઉદ્ઘાટન સમારોહમાં ડાયસ પર ૧૨૫ મહાનુભાવોની બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં દેશના ઉદ્યોગપતિઓ, રાજનીતિજ્ઞો અને વિદેશના મહેમાનોને સ્થાન આપવામાં આવ્યું છે. તા.૧૮મીએ સાંજે વિદેશી મહાનુભાવો સાથે વન-ટૂ-વન મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. આફ્રિકા-ડેની ઉજવણીના ભાગરૂપે ખાસ કન્ટ્રી સેમિનાર યોજવામાં આવ્યા છે.

મહાત્મા મંદિર ખાતે ૧૫ જેટલા કન્ટ્રી સેમિનારનું આયોજન થયું છે. ઉપરાંત તા.૧૮મીએ સવારથી રાત્રી સુધી મહાત્મા મંદિર ખાતે ભરચક કાર્યક્રમનું આયોજન છે. જેમાં સૌથી મહત્વના કહી શકાય તેવી બેઠકમાં આંતરરાષ્ટ્રીય ફંડના મહાનુભાવો સાથે બેઠક સાંજે ૭-૩૦થી ૮-૩૦ વાગ્યા સુધી ગાલા ડિનરનું આયોજન છે. ૮-૪૫થી રાજભવન ખાતે રાજકીય આગેવાનો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. તા.૧૯મીએ સવારે રાજભવન ખાતે વિવિધ આગેવાનો સાથે બેઠકનું આયોજન છે. સવારે ૧૧ વાગ્યે અમદાવાદ જવા રવાના થશે. ૧૧-૩૦ વાગ્યે અમદાવાદથી સુરત એરપોર્ટ જશે. સુરતથી હેલિકોપ્ટર મારફતે સેલવાસ જવા રવાના થશે.

હોસ્પિટલની વિશેષતાઃ દર્દીને બેડ સાથ ફેરવી શકાય તેવી ૨૦ હાઇસ્પીડ લીફ્ટ, ૧૮ માળ સુધી બે રેમ્પ, ૮ સીડીઓ, ૨૪ લીફ્ટ એલિવેટર્સ, ૩૨ ઓપરેશન થિયેટર્સ, ૨૨૦૦૦ ઉચ્ચકક્ષાના લાઇટ ફીક્ચર્સ, ૧૪૦૦ કિ.મી. વાયરોનો વપરાશ, ૬૦૦૦ નેટવર્ક પોઇન્ટ, ૬૦૦ સીસીટીવી કેમેરા, ૨૦૦૦ ટન ક્ષમતાનો એસી પ્લાન્ટ, ૧૫૦૦ બેડની ક્ષમતા, ૧૩૯ આઇસીયુ બેડ, ૨૨ વિભાગો, ૯૦ ઓપીડી કન્સલ્ટેશન રૂમ્સ, ૯ કિ.મી. લાંબુ ફાયરવર્ક, ફ્રી વાઇફાય, ૨ બેઝમેન્ટ, ૭૮ મીટર બિલ્ડીંગની હાઇટ, ૫૫૦ રેસી. ડોકટરોના ક્વાટર્સ, બાજુમાં ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલ.

Previous articleશિલા દિક્ષીતના કાર્યક્રમમાં ટાઇટલર દેખાતા હોબાળો
Next articleનૈરોબીમાં હોટલ પર આતંકી હુમલો, ૧૫નાં મોત