નૈરોબીમાં હોટલ પર આતંકી હુમલો, ૧૫નાં મોત

738

કેન્યાની રાજધાની નૈરોબીમાં ચરમપંથીઓએ હોટલ અને ઓફિસ કેમ્પસ પર હુમલો કરી દીધો, જેમાં ઓછામાં ઓછા ૧૫ લોકોના મોત થયા છે. આ હુમલા બાદ લોકોમાં ડર વ્યાપી ગયો અને જીવ બચાવવા ભાગતા જોવા મળ્યા હતા. માલિયાના ઇસ્લામી ચરમપંથી સંગઠન અલ-શબાબે હુમલાની જવાબદારી લીધી છે.

આ સંગઠને ૨૦૧૩માં વેસ્ટગેટ મોલ પર હુમલો કર્યો હતો જેમાં ૬૭ લોકોનાં મોત થયા હતા.

ચાર્લ્સ નજેંગા નામના એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે, જે મેં જોયું તે ખૂબ ભયાનક હતું. કેમ્પસમાં પહેલીવાર ગોળી છૂટવાનો અવાજ આવ્યાાન બે કલાક બાદ પણ ફાયરિંગ ચાલુ હતું. નૈરોબીના વેસ્ટલેન્ડ વિસ્તારમાં સ્થિત પરિસરમાં એક ડૂસિડ ડી૨ નામની હોટલ, બાર, રેસ્ટોરાં, બેંક તથા ઓફિસ છે. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં અમેરિકા, યૂરોપીયન અને ભારતીય પ્રવાસી રહે છે.

હુમલા બાદ લગભગ ૧૫૦ કર્મચારીઓને ઇમારતમાંથી બહાર કઢાયા, જોકે, અનેક લોકો ઇમારતની અંદર જ ફસાઈ ગયા છે. કેન્યાની રાષ્ટ્રીય પોલીસ પ્રમુખ જોસેફ બોઇનેટે તેને સંદિગ્ધ આતંકી હુમલો ગણાવતાં કહ્યું કે, અમને ખબર છે કે હથિયારબંધ અપરાધી હોટલમાં છે. વિશેષ ટીમ તેનો મુકાબલો કરી રહી છે. તેઓએ એ ન જણાવ્યું કે, હુમલામાં કેટલા લોકોનાં મોત થયા અને કેટલા ઘાયલ થયા છે.

Previous articleઆજથી ૩ દિ’ CM મોદી ગુજરાતમાં
Next articlePM મોદીને મળ્યો ફિલિપ કોટલર એવોર્ડ