જલિકટ્ટુનો હિંસક પ્રારંભ, પ્રથમ દિવસે જ ૪૯ ઘવાયા

491

તમિલનાડુમાં જલિકટ્ટુની શરૂઆત થઇ ગઇ છે. જલિકટ્ટુના પહેલા જ દિવસે લગભગ ૪૯ લોકો ઘવાયા હતા. આ જાણકારી બુધવારે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી હતી.

રાજ્ય સરકરાના અધિકારી એસ નટરાજને જણાવ્યું હતું કે, લગભગ ૫૦૦ આખલા અને સમાન સંખ્યામાં તેને રોકાનારા લોકો જલિકટ્ટુમાં સામેલ હતા. આ ઉત્સવના પહેલા દિવસે ૪૯ લોકો ઘવાયા હતા.

જેમાંથી ૯ લોકોને સામાન્ય ઇજા થઇ હતી જેમને હોસ્પિટલમાં ખેસડવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, બુધવારે આ પર્વમાં આખલા અને સ્પર્ધકોની સંખ્યા બમણી થઇ શકે છે.

૨૦૧૬માં જલિકટ્ટુ ઉત્સવમાં પ્રાણીઓ સાથે થતા અત્યારને લઇને હ્યુમન રાઇટ ગ્રુપ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે જલિકટ્ટુને ગેર-કાયદે ગણાવી દીધી હતી. જો કે બાદમાં ચેન્નાઇ અને બીજા શહેરોમાં આ ઉત્સવને લીધે પ્રદર્શન વધતા પીએમ મોદીએ કાર્યકારી ઓર્ડર આપીને વર્ષો જૂની ઉત્સવ જલિકટ્ટુને કાયદેસર ગણાવી દીધો હતો.

જલિકટ્ટુમાં આખલાને ફૂલોનો હાર પહેરાવીને વાડામાંથી મૂકત કરવામાં આવે છે. અને સ્પર્ધકો આખલાના શિંગડા પકડવાના પ્રયાસ કરે છે. જીતનાર શખ્સને ઇનામ રૂપે સ્કૂટર અને ઘરવખરીનો સામાન આપવામાં આવે છે. આખલાને દારૂ પીવડાવવામાં આવે છે અને આંખમાં તીખા મરચાં નાંખવામાં છે.

Previous articlePM મોદીને મળ્યો ફિલિપ કોટલર એવોર્ડ
Next articleદિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી