વિજય રૂપાણીએ જણાવ્યું છે કે ગુજરાત પર્યાવરણ નું બલિદાન આપી ને વિકાસ કરવાના પક્ષ માં નથી જ. વાયબ્રન્ટ ગુજરાત ને ક્લીનર ગ્રીનર ગુજરાત બનાવવાની નેમ પણ તેમણે વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ આયોજિત એમિસન્સ મોનીટરીંગ એન્ડ માર્કેટ બેઇઝ્ડ પોલ્યુશન રેગ્યુલેશન વિષયક પરિસંવાદનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે કહ્યું કે રાજ્યમાં ઔદ્યોગિક પ્રદુષિત પાણીના ડીપ સીમાં પધ્ધતિસરનાં યોગ્ય નિકાલ માટે વાપી થી વેરાવળ સુધી ૫૫૦૦ કરોડના ખર્ચે પાઇપ લાઈન નેટવર્ક યોજના માટે રાજ્ય સરકાર કામ કરી રહી છે. વિજય રૂપાણીએ ઇન્ડર્સટ્રીયલ યુનિટ્સ અને શહેરી ક્ષેત્રનાં દુષિતજળનું રિસાયક્લિંગ કરીને પુનઃ ઉપયોગની રાજ્ય સરકારની નીતિની ભૂમિકા આપતા કહ્યું કે, ૨૦૩૦ સુધીમાંરાજ્યમાં સંપુર્ણ પણે રિસાયકલ વોટર ના વપરાશ અને ઉપયોગ ના લક્ષ્ય સાથે સરકાર કાર્યરત છે.
મુખ્યમંત્રીએ વાયબ્રન્ટ ગુજરાત સમિટ ની ૯ મી કડીનાં પૂર્વાર્ધ રૂપે યોજાયેલા આ પરિસંવાદ ને રાઈટ ટાઈમ ફોર રાઈટ જોબ ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે ગુજરાત વિકાસ ના હરેક ક્ષેત્રમાં અવવ્લ છે સાથે જ પ્રદૂષણ નિયંત્રણ નું દાયિત્વ પણ જવાબદારી પૂર્વક નિભાવી રહ્યું છે.