અમરેલી જિલ્લાના સાવરકુંડલામા બોરાળા ગામના ફાટક પાસે થોડા દિવસો પહેલા માલગાડીની અડફેટે આવી જતા કપાઇ જવાથી ત્રણ સિંહોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. સિંહોનાં મોતના મામલે ગુજરાત હાઇકોર્ટે ખૂબ જ ગંભીર નોંધ લીધી હતી. આ સમગ્ર મામલે કેન્દ્ર સરકાર અને રેલવે તંત્રનો ખુલાસો માંગ્યો હતો. જે બાબતમાં ગીર અભયારણ્ય વિસ્તારમાં ૪૫ કિમી પ્રતિ કલાકથી વધુ ઝડપે ટ્રેન નહીં ચલાવવા અંગે પણ નિર્દેશ અપાયા છે. આ અંગે રેલવે મંત્રાલયે સ્વીકાર્યું છે કે સિંહો ગીર અભયારણ્ય માર્ગ પર ચાલતી ટ્રેનની અડફેટે આવ્યાં હતાં. તેમને તે પણ સ્વીકાર્યું છે કે પીપાવાવ પોર્ટમાં માલસામાનની હેરફેર કરતી ઘણીવાર આવે છે. સિંહોના આવનજાવનના માર્ગમાં ઈમરજન્સી બ્રેક ઉપયોગ કરવાનું નિર્દેશ પણ આપ્યાંનું તેઓ જણાવે છે. અભયારણ્ય વિસ્તારમાં ૪૫ કિમી પ્રતિ કલાકથી વધુ ઝડપે ટ્રેન નહીં ચલાવવા અંગે પણ નિર્દેશ અપાયા છે.
આ ઉપરાંત સિંહોના અકાળે મોતના મામલે રાજ્ય સરકાર પણ આજે પોતાનું સોગંદનામુ કરી શકે છે. નોંધીનીય છે કે હાઇકોર્ટે ટ્રેનની હડફેટે કપાઇ જવાથી સિંહોના મોત પ્રકરણમાં ખુલાસા સાથેનું જરૂરી સોગંદનામું રજૂ કરવાનો આગેશ કર્યો હતો. હાઇકોર્ટે કેન્દ્ર સરકાર અને રેલ્વે તંત્રને આદેશ કર્યો હતો. અમરેલી જિલ્લાના સાવરકુંડલામા બોરાળા ગામના ફાટક પાસે માલગાડીની હડફેટે કપાઇ જવાથી ત્રણ સિંહોના મોત નીપજ્યાં હતાં. આ બનાવ બન્યો તે પહેલા પણ અન્ય જંગલ પંથક નજીકના વિસ્તારમાંથી પસાર થતી રેલ્વે લાઇન પર ટ્રેનની હડફેટે સિંહ અને હાઇવે પરથી પસાર થતી વખતે વાહનોની હડફેટે દિપડાના મોતની ઘટનાઓએ ભારે ચકચાર જગાવી હતી.