રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શોનું CM હસ્તે ઉદ્દઘાટન

540

અમદાવાદીઓ જેની રાહ જોતા હતા તેવો આઠમો ફલાવર શોને બુધવારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જાહેર જનતા માટે ખુલ્લો મુક્યો. વર્ષ ૨૦૧૩થી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે ઉત્તરાયણ પછી રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવે છે. આ પહેલાના વર્ષોમાં ફ્લાવર શો નિહાળવા માટે દર્શકોને એક રૂપિયાનો પણ ખર્ચો નહતો કરવો પડ્યો. પરંતુ આ વર્ષે ફ્લાવર શો જોવા માટે તમારે વ્યક્તિદીઠ ૧૦ રૂપિયાનો ચાર્જ ચૂકવવાનો રહેશે.

શરૂ થયેલ ફ્લાવર શોમાં અલગ-અલગ પ્રકારના ફ્લાવર્સ જોવા મળશે. ઓર્કીડ, ઈંગ્લીશ ગુલાબ, કાર્નેશન તેમજ અન્ય ફુલોમાંથી બનાવેલ જીરાફ, બટરફ્લાય, ક્લસ્ટર, હરણ, ફ્લેમિંગો, મોર, વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબ, સી-પ્લેન, બુલેટ ટ્રેન, ગાંધીજી, ચરખો, ચશ્મા વગેરે જેવી કુલ ૫૦થી વધુ લાઈવ સ્કલપચર જોવા મળશે. વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં આવતા મહેમાનો પણ ફ્લાવર શોની મુલાકાત લઈ શકે તે માટે આ વર્ષે થોડું મોડું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે પુખ્તો માટે ૧૦ રૂપિયા એન્ટ્રી ફી રાખવામાં આવી છે. જ્યારે બાળકો માટે પ્રવેશ નિઃશુલ્ક રહેશે. એલિસબ્રિજથી સરદારબ્રિજ વચ્ચેના ૧.૮ કિલોમીટરના ૧.૨૮ લાખ સ્કેવર મીટર એરીયામાં ૭.૫૦ લાખ રોપાનું પ્રદર્શન કરાયું છે. આ વર્ષે ફ્લાવર શોમાં લાઈવ કિચન ગાર્ડન આકર્ષણનું કેન્દ્ર રહેશે. જેમાં ૨૦૦ ચોરસ મીટરની જગ્યામાં ૩૦૦થી વધારે કુંડા મુકીના તેમાં ટામેટાં, મરચા, દૂધી જેવા શાકભાજી અને ફળ રોપાના માધ્યમથી કેવી રીતે ઉછેરી શકાય તે સમજાવવામાં આવશે. ફ્લાવર શોમાં ફોટોગ્રાફી માટે ખાસ સેલ્ફી પોઈન્ટ પણ ઉભા કરવામાં આવશે. જેમાં ફુલોમાંથી બનાવેલા પાંડા તથા હાર્ટ શેપનો સમાવેશ થાય છે. ફ્લાવર શો શહેરીજનોમાં ભારે લોકપ્રિય બન્યો છે. ફલાવર શોમાં ખાણીપીણી માટે ૫૦ જેટલા ફૂડ સ્ટોલ્સ ઊભા કરાયા છે. ઉપરાંત વર્ટિકલ ગાર્ડન બનાવવા માટે લોકો જાણકારી મેળવી શકે તે માટે દસ પધ્ધતિઓ બનાવવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બુધવારે સવારે અમદાવાદમાં ફ્લાવર શોનુ ઉદ્ઘાટન કર્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વાઇબ્રન્ટ સમિટમાં પાકિસ્તાનનું કોઈ જ પ્રતિનિધિ મંડળ આવવાનું નથી. આ સમિટમાં આ વખતે પાકિસ્તાનના ડેલિગેશનને આમંત્રણ આપવાના મુદ્દે ભારે વિવાદ સર્જાયો છે. એક પ્રેસ કોન્ફરન્સમાં મુખ્ય સચિવ જે એન સિંઘે પણ કબૂલ્યું હતું કે ગુજરાત ચેમ્બર્સ દ્વારા પાકિસ્તાનના ડેલિગેશનને વાઇબ્રન્ટ સમિટ માટે હાજર રહેવાનું નિમંત્રણ અપાયું છે. તેઓએ એવું પણ કહ્યું હતું કે હાલમાં પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે કેટલો બિઝનેસ ચાલશે.

રફાલ વિમાનના વિવાદાસ્પદ સોદાને પગલે ઉદ્યોગપતિ અનિલ અંબાણીને પણ વાઇબ્રન્ટ સમિટ માટે આમંત્રણ ન અપાયું તા. ૧૮થી ૨૦ જાન્યુઆરી દરમિયાન ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાવાની છે.

Previous articleતબિયત ખરાબ થતાં પરષોત્તમ સોલંકીનો સિંગાપોરમાં ઇલાજ
Next articleચિત્રકુટધામ તલગાજરડા દ્વારા ગણિકા કલ્યાણ ફંડનું વિતરણ