લીલીયા તાલુકા કોંગ્રેસ સમિતિની મિટીંગ લીલીયા સર્કિટ હાઉસ ખાતે ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાત, વિધાનસભા પ્રભારી સંજયસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં મળી. જેમાં જનમિત્ર, બુથ એજન્ટ અને પેજ પ્રભારીની કામગીરી કરવામાં આવી. જિલ્લા પંચાયત સદસ્ય કેહુરભાઈ ભેડા, તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ખોડાભાઈ માળવીયા, તાલુકા પંચાયત પ્રમુખ જીવરાજભાઈ પરમાર, ઉપપ્રમુખ ચોથાભાઈ કસોટીયા, કારોબારી ચેરમેન દિનેશભાઈ ધોરાજીયા સહિત તાલુકા પંચાયત સદસ્યો, તાલુકા કોંગ્રેસ સમિતિ ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા.