છાયા ગામે પથ્થરનાં માઈનીંગનાં વિરોધમાં ગ્રામજનો તેમજ ગામનાં સરપંચ તેમજ અલગ અલગ એન.જી.ઓ. દ્વારા કલેકટર આવેદનપત્રો તેમજ રજુઆતો કરેલ. તેમ છતા પ્રશ્નો ઉકેલ આવેલ નથી આજે ગ્રામજનો, સામાજીક સંસ્થાના અગ્રણીઓ દ્વારા ગ્રામસભાનું આયોજન કરેલ. સમગ્ર ગ્રામજનો દ્વારા નિર્ણય કરાયો છે. કે કોઈપણ ભોગે ગામની જમીન સરકારના મળતીયાઓને આપવા નહી દઈએ. સરકાર દ્વારા અવારનવાર ખેડુતોની જમીનો ઉદ્યોગપતિઓને આપી દેવાય છે.
જો આવું જ થતુ રહેશે તો ગામમાં વિશાળ સંખ્યામાં પશુધન પર નિર્ધારિત ખેડુતો કે જેની આર્થિક રોજી રોટી પશુધન છે અને તે આ જમીનો પર પોતાના ગાયો ભેંસો ચરાવીને પોતાનું ગુજરાન ચલાવે છે. જો જમીન આપી દેવાશે તો વિશાળ સંખ્યામાં બેરોજગારી ઉભી થશે. તેમજ માઈનીંગ કામની ખાણો ગામથી તદ્દન નજીક હોય તો માઈનીંગના બ્લાસ્ટથી ગ્રામજનો પર મોતનું તાંડવ તોળાઈ રહ્યું છે. ત્યારે સત્વરે માઈનીંગ કામ બંધ કરાવવા માંગ કરાઈ હતી.