રંગપર ગામે હત્યાનો ફરાર આરોપી ઝડપાયો

852

બોટાદ જીલ્લાના પાળીયાદ તાબાના રંગપર ગામે ગઇ તા.૭/૧/૨૦૧૯ ના સવારના આશરે સાતેક વાગ્યાની આસપાસ મારા મારીનો બનાવ બનેલ જે બાબતેની તેજાભાઇ વેલાભાઇ તાવીયા રહે.રંગપર તા.જી.બોટાદવાળાએ પાળીયાદ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ અને આ ફરિયાદીના ભત્રીજા અમીતભાઇ પ્રેમજીભાઇ તાવીયા રહે.રંગપરવાળાનુ ભાવનગર સારવાર દરમિયાન મોત નિપજેલ જે ગુન્હાના પાંચ આરોપીને અગાઉ પકડી પાડેલ અને એક આરોપી પકડવા બાકી હોય જે નાસતા ફરતા આરોપીને સત્વરે પકડવા અંગે પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા તથા વિભાગીય પોલીસ અધિકારી રાજદીપસિંહ નકુમની સુચના આપવામાં આવેલ જે સુચના અંતર્ગત પાળીયાદ પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ  એન.સી.સગર તથા પાળીયાદ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પો.સબ.ઇન્સ એન.સી.સગર ને ખાનગી રાહે બાતમી મળેલ કે રંગપર ગામનો હત્યાના ગુન્હાનો નાસતો ફરતો આરોપી જગદીશભાઇ પ્રેમજીભાઇ રહે.રંગપરવાળો ગઢડા તાબેના ભીમડાદ ગામથી નિકળેલ છે અને જે શિરવાણીયાના પાટીયા પાસેથી પસાર થનાર છે અને ગઢડા પો.સ્ટે.ના પોલીસ સ્ટાફના માણસો તેની પાછળ છે જે  આધારે શિરવાણીયા ગામના પાટીયા પાસે આરોપી જગદીશભાઇ પ્રેમજીભાઇ કુકડીયા ઉ.વ.૩૩ રહે.રંગપરવાળાને તા.જી.બોટાદ વાળાઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં આવ્યો હતો આ કામગીરીમાં પો.સબ.ઇન્સ એન.સી.સગર, પાળીયાદ પોલીસ સ્ટેશનનો પોલીસ સ્ટાફ,ગઢડા પો.સ્ટે. ખાતે ફરજ બજાવતા હરપાલસિંહ ગોહિલ,ભગીરથસિંહ ગોહિલ,કૌશિકભાઇ સોરઠીયા જોડાયા હતા

Previous articleઘોઘાનાં છાયા ગામે પત્થરનાં માઈનીંગનાં વિરોધમાં ગ્રામસભા
Next articleધંધુકા-ફેદરા હાઈવે ઉપર ત્રિપલ અકસ્માત : ૧નું મોત, ૪ ઘાયલ