ધંધુકા-ફેદરા હાઈવે ઉપર ત્રિપલ અકસ્માત : ૧નું મોત, ૪ ઘાયલ

1565

ધંધુકા-ફેદરા હાઈવે ઉપર રાયકા ગામ પાસે આજે વહેલી સવારના ટ્રીપલ અકસ્માત સર્જાતા ૧ શખ્સનું ઘટનાસ્થળે મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે ૪ને ઈજા થઈ હતી.

ધંધુકા પોલીસ સુત્રો દ્વારા જાણવા મળેલ વિગત મુજબ, અમદાવાદથી ચલાળા જવા માટે અમદાવાદના રાકેશ બાવચંદભાઈ પટેલ તેમના મામાના દિકરાના લગ્ન હોય ચલાળા જવા અમદાવાદથી એક્સ યુવી ગાડી લઈને નિકળ્યા હતા. રાયકા પસાર કરી ધંધુકા તરફ ગાડી આગળ વધી રહેલ હતછી ત્યારે બગસરાથી અમદાવાદ જતી ટાટા મેજીક ગાડીના ચાલકે અથડાવતા ગાડીની અંદર બેઠેલ લક્ષ્મણભાઈ અમરાભાઈ રૂપકડા ઉ.વ.૬૮ને ગંભીર ઈજા થતા તેનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું. આ ગાડી બગસરાથી અમદાવાદ જઈ રહી હતી. જ્યારે ગાડીમાં બેઠેલા બકુલભાઈ લક્ષ્મણભાઈ રૂપકડા-ઉ.વ.૩પ, કાંતિભાઈ દુદાભાઈ પલાડીયા ઉ.વ.૪૮, પ્રતાપભાઈ અમરાભાઈ રૂપકડા ઉ.વ.૬પ તથા હરસુખભાઈ હરજીભાઈ પાતળીયાને ઈજા થતા ધંધુકા આર.એમ.એસ. હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ૧૦૮માં લવાયા હતા. વધુમાં ટાટા મેજીક ઈકો ગાડી અથડાઈને ઉંધી પડી ગઈ હતી. આમ ટ્રીપલ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં મૃત્યુ પામેલ લક્ષ્મણભાઈ અમરાભાઈનું પી.એમ. રેફરલ હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું હતું. ધંધુકા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. એએસઆઈ હરજીભાઈ છગનભાઈ બનાવની તપાસ ચલાવી રહ્યાં છે.

Previous articleરંગપર ગામે હત્યાનો ફરાર આરોપી ઝડપાયો
Next articleવાડીમાં સુતેલ દંપતિ પર મોડીરાત્રિના હુમલો : વૃધ્ધની હત્યા કરી લૂંટ ચલાવાઈ