ગરીબ હોય કે પછી અમીર દરેકનું જીવન સંઘર્ષભર્યું હોય છે નાનાને નાનું અને મોટાને મોટું પણ સંઘર્ષ વગરનું જીવન નથી ભગવાનનું ગયું કે નહિ આપણું જશે. તડકા પછી છાંયો, રાત્રી પછી દિવસ આવે છે તેમ જીવનમાં તમને સંઘર્ષોનો થાક અને મહેનતનો પ્રસાદ વાર તહેવારે મળતો રહે છે પરંતુ હારી જવું કે થાકી જવું તે તમારા પર આવેલ સમસ્યાનું સમાધાન નથી. વિદ્વાન, પંડિત, સાયન્ટિસ્ટ,ખેલાડીઓ અને અનેક અનેક મોટી હસ્તીઓ છે કે જે જીવનમાં પરાજયની કારમી હાર સહન કર્યા પછી જ સફળતાના કદમને સર કર્યા છે. એક સારા એવા સ્વામી કે જે આજની તારીખમાં દરેક યુવાનના પ્રેરણા સ્ત્રોત છે તે છે પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામી તેમની એક વાત મારા મનને ખુબજ ગર કરી ગઈ કે વસ્તુ અને વ્યક્તિને તમે નથી બદલી શકતા માટે તમે તમારો અભિગમ બદલો. અભિગમ એટલે વિચારવાની દ્રષ્ટિ બદલો પછી જોવો તમને કેટલું સુખ મળશે અને શાંતિનો એહસાસ થશે. દરેક માનવી જે આ પૃથ્વી પર જન્મ લીધો છે તેની જરૂરત છે રોટી, કપડાં અને મકાન. સમાજ હોય કે પરિવાર કે પછી ધંધો દરેક જગ્યાએ આપણને આપણા પ્રતિસ્પર્ધી મળીજ રહે છે કેમ કે દરેક નવી સમસ્યા પોતાના સાથે સમાધાન લઈને જ આવતી હોય છે હોય તે સમયે અપને ટકી જવું કે અટકી જવું તે આપણા પર નિર્ભર કરે છે. આજે ૭૦-૭૫% લોકો એકજ વસ્તુ પોતાના મનમાં લઈને બેસે છે કે દુનિયા શુ કહેશે? હંમેશા આપણે પોતાના પર ઓછું અને લોકો શું કહેશે તે જ આપણા મગજમાં ભરી ને બેસીએ છે અને સાચું શું છે તે જોયા કરતા લોકોને શું સારું લાગશે તેની વધારે પરવા અને ચિંતા કરીએ છીએ. પેહલા વાત કરી એમ પ્રતિસ્પર્ધકનો સામનો તમારે દરેક તબક્કે કરવો જ પડશે તે પછી તમારું પરિવાર,સમાજ કે ધંધો તમે તેનાથી બચી શકશો નહિ હા પરંતુ તેની સામે તમે પણ તમારી મહેનતનું વાવાજોડું તૈયાર રાખો તો તમે કદાપિ પાછળ નહિ પડો. સ્પર્ધાના દરેક પગથિયાં પર લોકો તમને હરાવવા માટે અને તમને નીચા પાડવા માટે કોઈ પણ મોકો નહિ છોડે ત્યારે તમને મનમાં સ્વાભાવિક છે કે એક જંખના થશે કે હું સાચો હોવા છતાં આ લોકો મને કેમ નીચા પાડવા માટે તત્પર બેઠા છે પરંતુ જીવનની અમરકથાના ડાયરેક્ટર એવા ઈશ્વરપરમાત્મા દ્વારા આપણને દરેક પરિસ્થિતિ માટે તૈયાર જ રાખીએ છે પરંતુ આપણે તેવા સમયે ડગી જઈએ છીએ અને ઈશ્વર પરનો વિશ્વાસ છોડીને ગેરમાર્ગ તરફ દોડી જઈએ છીએ. સારાને સારું અને ખરાબને ખરાબ એમ આ ફળ દરેક લોકો માટે નિશ્ચિત જ કરેલ જ છે તેમ છતાં આપણે કર્મની બીક વગર ખરાબ કામો કર્યા કરીએ છીએ એમ વિચારીએ છીએ કે કોણ જોવાનું પણ કુદરતના રોજમેળમાં દરેકનો હિસાબ વ્યાજ સાથે લખેલો જ હોય છે. જીવનમાં આવેલ પરિસ્થિતિ સામે અટકી અને બટકી જવા કરતા તેના સામે જુમવું અને જુજુમવું અતિઆવશ્યક છે અને તેજ આ પરિસ્થિતિનો રસ્તો છે માટેજ આજથીજ જીવનમાં એક લક્ષય સાથે કે ગમે તેવી પરિસ્થિતિ અને સમસ્યાનું સર્જન થાય ત્યારે પોતાનો આત્મવિશ્વાસ અને સચ્ચાઈ ન છોડતા પોતાના કરેલ કર્મ અને અભિગમ પર અડગ અને આડખીમ રહો અને વાતે વાતે તમે સાચા છો તે પુરવાર કરવાની જરૂર નથી પણ તમે સાચા છો તો તમે તમારા અભિગમ પર અડીખમ રહો લોકોને જે તમારા વિષે બોલવું હોય તે બોલવા દો અને જે કરવું હોય તે કરવા દો બસ તમારો અભિગમ અને નિશ્ચય નક્કી રાખો પછી જોવો દુનિયાની કોઈ પણ તાકાત તમને હરાવવા માટે સમર્થ નથી. રોજ સવારે નવા ધ્યેય અને નિશ્ચય સાથે શુભ શરૂવાત કરો કેમ કે ફક્ત હસતા ચેહરા અને મજબૂત માન્સુબથી પણ અનેક મુશ્કેલીઓ અને વિફળતા આરામથી પાર પડી જાય છે.