આલિયા પાસે હાલ ૫ ફિલ્મ

792

બોલિવુડની હાલની લોકપ્રિય સ્ટાર આલિયા  ભટ્ટ પાસે એકપછી એક ફિલ્મ આવી રહી છે. તે હાલમાં પાંચ ફિલ્મોમાં કામ કરી રહી છે.  જેમાં રણવીર સિંહ સાથે ગલ્લી બોય, સંજય દત્ત સાથે કલંક અને આદિત્ય સાથે સડક બેનો સમાવેશ થાય છે. રણબીર કપુર સાથે પણ તે ફિલ્મ કરી રહી છે. મળેલી માહિતી મુજબ ૨૯ વર્ષ પહેલા રજૂ કરવામાં આવેલી ફિલ્મ ચાલબાજની રિમેક ફિલ્મ બનાવવા માટેની તૈયારી હાથ ધરવામાં આવી છે.

આ ફિલ્મમાં   શ્રીદેવી, રજનિકાંત અને સન્ની દેઓલની ભૂમિકા હતી. નિર્દેશક પંકજ પરાશરની સુપરહિટ ફિલ્મ ચાલબાજની રીમેક ડેવિડ ધવન બનાવી રહ્યા છે. જેમાં આલિયા  ભટ્ટની પસંદગ શ્રીદેવીવાળા રોલ માટે કરવામાં આવી છે. ચાલબાજને આધુનિક રીતે યુવા પેઢીને ધ્યાનમાં લઇને તૈયાર કરવામાં આવી રહી છે.

છેલ્લા કેટલાક સમયથી શ્રીદેવીના રોલ માટે અભિનેત્રીની શોધ ચાલી રહી હતી. હવે તપાસ પૂર્ણ થઇ છે. ડેવિડ ધવને આલિયાની પસંદગી કરી હોવાની વાત કરી છે. આલિયા સાથે વાતચીત પણ કરી લેવામાં આવી છે. આલિયા ભટ્ટે કહ્યુ છે કે તે ડેવિડ ધવનની સાથે જુડવા-૩ ફિલ્મમાં કામ કરવા માટે ઇચ્છુક છે. ડેવિડ ધવને હવે તેની પસંદગી કરી લીધી છે. આલિયા ફિલ્મમાં ડબલ રોલ કરનાર છે.

ચાલબાજની રીમેક બને તેવી ઇચ્છા શ્રીદેવીએ એક વખતે વ્યક્ત કરી હતી. હવે આ ફિલ્મમાં તેમની ઇચ્છા મુજબ આલિયાને લઇને શ્રીદેવીને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવનાર છે. શ્રીદેવીનુ થોડાક દિવસ પહેલા દુબઇમાં મોત થયુ હતુ.

ફિલ્મમાં  રજનિકાંતના રોલમાં અભિનેતા વરૂણ ધવન રહેશે. અનુપમ ખેરના રોલમાં રોલમાં તે પોતે જ નજરે પડી શકે છે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleરેખા રાણાની ‘ના તુમ હમેં જાનો’ રીમેક સફળ!