ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પણ ઝંઝાવતી પ્રચારનો દોર જારી રાખ્યો હતો. મોદીએ પોતાની રેલીમાં પાટીદાર અનામતને લઇને કોંગ્રેસે આપેલી ખાતરીનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, કોંગ્રેસે એવા વચનો આપ્યા છે જે પુરા થઇ શકે તેમ નથી. ભૂતકાળમાં મુસ્લિમોને ક્વોટાના વચનો આપવામાં આવી ચુક્યા છે જે પુરા થયા નથી. મોદીએ કહ્યું હતું કે, પાટીદાર સમુદાયને અનામત આપવાનું વચન હવે આપ્યું છે જે કાયદાકીયરીતે પૂર્ણ થઇ શકે તેમ નથી. પ્રથમ તબક્કાના મતદાનના દિવસે મોદીએ જુદા જુદા વિસ્તારમાં રેલી કરી હતી જેમાં લુનાવાડા, બોડેલી અને મહેસાણામાં સભાઓ કરી હતી જેમાં કોંગ્રેસ પાર્ટી ઉપર તેજાબી પ્રહારો કર્યા હતા. મોદીએ રેલીમાં ઉપસ્થિત લોકોને પ્રશ્ન કરતા કહ્યું હતું કે, જુદા જુદા રાજ્યોમાં મુસ્લિમોને અનામત આપવાનું કોંગ્રેસે વચન આપ્યું છે.
આ વચન કોંગ્રેસ પાળી શકી નથી. કોંગ્રેસ અને પાસ વચ્ચે અનામતનો મુદ્દો મોદીએ ઉઠાવ્યો હતો અને આની વિગત પણ જાહેર કરી શકાય નથી. યુવા નેતા અલ્પેશ ઠાકોરને તરફેણમાં લઇને ઓબીસી મત ખેંચવાના પ્રયાસ કોંગ્રેસ દ્વારા કરાયા છે. મોદીએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે, રાજ્યસભામાં તેમના આંકડા કોંગ્રેસ સાથે હોવા છતાં કંઇ પણ કર્યું નથી. બંધારણીય દરજ્જો મળવાથી ઓબીસી પંચને રોકવાનું કામ કર્યું છે. મોદીએસાફ શબ્દોમાં કહ્યું હતું કે, આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસ એટલી નિરાશ છે અને એવી હતાશ અને નિરાશ છે કે આડેધડ નિવેદન કરાઈ રહ્યા છે. પોતાના ઘરમાં જ જેમનું કંઇ ઉપજતું ન હોય તેમનું ગુજરાતમાં ક્યાંથી ઉપજે તેવો પ્રશ્ન કર્યો હતો. આખા ગુજરાતના હૃદય પર કોંગ્રેસે ચોટ પહોંચાડી છે. ભારત દેશ મારો બાપ અને મા છે. હું એક સંતાનની જેમ ભારતની સેવા કરતો રહીશ. કોંગ્રેસે પછાત, દલિત અને આદિવાસી સમાજનો વોટબેંક તરીકે જ ઉપયોગ કર્યો છે. ગુજરાતમાં પ્રથમ તબક્કાના મતદાન વચ્ચે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝંઝાવતી ચૂંટણી પ્રચારનો દોર જારી રાખ્યો હતો. મોદીએ લુનાવડામાં ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસના નેતાઓ પર તેજાબી પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યુ હતુ કે કોંગ્રેસી નેતાઓએ તેમના અંગે જે ભાષાનો ઉપયોગ કર્યો છે તેવી ભાષાનો ઉપયોગ તો કોઇ લોકો તેમના દુશ્મનો સામે પણ કરતા નથી. મોદીએ ફરી એકવાર બતાવી દીધુ છે કે મણિશંકર અય્યરના નીચ શબ્દવાળા નિવેદનના મુદ્દે મોદીએ પ્રચારનો દોર જારી રાખ્યો હતો. તેમણે કોંગ્રેસના નેતાઓ દ્વારા તેમની સામે અગાઉ ઉપયોગ કરવામાં આવેલા આવા શબ્દોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યુ હતુ કે કોંગ્રેસના એક યુવા નેતા છે સલમાન નિઝામી. તેમણે એક વખતે પ્રશ્ન કર્યો હતો કે મોદીના માતાપિતા કોણ છે. આવી ભાષાનો ઉપયોગ તો કોઇ દુશ્મન માટે પણ કરાતા નથી. મોદીએ જવાબ આપતા કહ્યુ હતુ કે તેઓ દર્શાવવા માંગે છે કે મોદીની માતા ભારત માતા છે. મોદીના પિતા ભારત દેશ છે. આ દેશે તેને મોટો કર્યો છતે. હવે દેશની સેવા કરવાની તક આપી છે. આપના પોતાના ઘરનો પુત્ર પરત ફર્યો છે તેવુ તેમને લાગતુ નથી. મોદીના આ પ્રશ્ન પર લોકો ખુશખુશાળ થઇ ગયા હતા. સલમાન નિઝામી કોંગ્રેસના સ્ટાર પ્રચારક છે અને ગુજરાતની અંદર રાહુલ ગાંધી માટે મત માંગે છે. આ કોંગ્રેસી નેતા છે જેમને દેશની સેનાનુ અપમાન કર્યુ છે. કોંગ્રેસના નેતા કહે છે કે આઝાદ કાશ્મીર જોઇએ છે. કોંગ્રેસના લોકો કહેતા રહ્યા છે કે દરેક ઘરથી અફઝલ નિકળશે. શુ આપને અફઝલ જોઇએકે દેશને ન્યાયપાલિકાએ જેને ફાંસી આપી છે તે વ્યક્તિ જોઇએ છે.
મોદીએ કહ્યુ છે કે કોંગ્રેસ પાર્ટીના એક વ્યક્તિએ કહ્યુ છે કે દેશની સેના રેપિસ્ટ છે. સેના બળાત્કારી છે તેવો પ્રશ્ન ઉપસ્થિત લોકોને મોદીએકર્યો હતો.