ગીતાબેન રબારીના મ્યુઝિક વીડિયો ‘કોની પડે એન્ટ્રી’ સાથે રાજકોટના યુવા અભિનેતા જય વઢવાણીનું ડેબ્યુ!

1220

હાલમાં રાજકોટમાં અભિનેતા જય વઢવાણી સાથે થયેલ ઇન્ટરવ્યૂ દરમ્યાન તેમણે પોતાના અનુભવો શેર કર્યા હતા અને ગૌરવ ભડીયાદ્રા દ્વારા ‘લોક સંસાર’સાથે મુલાકાત કરી હતી!

જય વઢવાણી રાજકોટમાં આવેલ બિયર્ડ બ્રાન્ડ મેન ડિઝર્વના બ્રાન્ડ એમ્બેસેડર છે અને રાજકોટમાં મોડેલિંગ ફિલ્ડ તેમજ ફેશન સ્ટાઈલિન્ટ તથા ફેશનેબલ માટે જાણીતા અભિનેતા છે!

ગીતાબેન સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો અને રીતે મોકો મળ્યો આ સોંગમાં કામ કરવાનો?

નવરાત્રી દરમ્યાન એક શોમાં અમને સેલિબ્રિટી ગેસ્ટમાં બોલાવ્યા હતા ત્યારે મારી મુલાકાત ગીતાબેન રબારી સાથે થઈ હતી ત્યારબાદ પૃથ્વી સરનો એપ્રોચ હતો કે આપણે આવી રીતે કંઈક કરીએ.

સૌથી પહેલા તો અમે જ તેમને રિક્વેસ્ટ કરી હતી કે આપણે સાથે કામ કરીએ ડ્રાફ સોંગ ડ્રાફ થયા બાદ ઓડિયો મારી પાસે આવ્યો ત્યારે સોંગ નું નામ ’કોની પડે એન્ટ્રી’હતું સોંગ આખુ રોણાના પર્સનાલિટી ઉપર ટચ થયું છે ભલે તેઓ રોયલ ફેમિલી માંથી બિલોન્ગ કરે છે છતાં તેઓ પેરેન્ટ્‌સ ની રિસ્પેક્ટ અને પોતાના ફ્રેન્ડ સાથેના રિલેશન સાચવે છે.

સોંગ ઓફર થયું ત્યારે તમારું પહેલું રિએક્શન શું હતું?

પહેલા તો મને ડ્રિમ કમ ટુ જેવું જ લાગ્યું હતું કારણે આવા  વન ઓફ ધ મેલોડીજ વોઇસ ઓફ ઇન્ડિયા ગીતાબેન રબારી સાથે જો આપણને પ્લેટફોર્મ શેર કરવાનો મોકો મળે.અને મને લાગ્યું કે હું હકદાર હશે તો જ મને તેમની સાથે પ્લેટફોર્મ શેર કરવાનો મોકો મળ્યો હશે અને ગીતાબેન ને પણ મારુ પર્ફોર્મન્સ ગમ્યું તેમજ પૃથ્વી સરે મારા કામની સરહના કરી.

તમે સોશિયલ મીડિયા પર લગાતાર એક્ટિવ રહો છો તો ખરેખર સોશિયલ મીડિયાનો સાચો ઉપયોગ તમારા મંતવ્ય પ્રમાણે શું હોવો જોઈએ?

સોશિયલ મીડિયામાં અત્યારે ઇનફ્લેસીવ બ્લોગીંગ થાય છે તમે અલગ-અલગ પ્લેટફોર્મ પર પોતાને ડાયરેક્ટ કરી શકો છો જ્યાં તમે પોતાની જાતને એક્સફેશ કરી શકો છો તમારી પાસે ટેલેન્ટ છે તમને કોઈ પ્લેટફોર્મ પ્રોવાઇડ નથી કરતું અને તમારામાં શું છે તમે ક્યાં ક્યાં પહોંચી શકો છો.તેના માટે સોશિયલ મીડિયા ઈઝ ધ બેસ્ટ.જેમાં ઇન્સ્ટાગ્રામ તો જોરદાર આગળ વધી રહ્યું છે

અત્યાર સુધીની તમારી જર્નીમાં  કેવા લોકોનો સપોર્ટ મળ્યો છે?

મેં મોડલિંગ શરૂ કર્યું તેમના લગભગ એક વર્ષ સાત મહિના જેવું થયું છે.પછી મેં આ ફિલ્ડમાં ઝંપલાવ્યું.પરંતુ શરૂઆતથી લઈને મારી પાસે દસ ટકા લોકો જ મને સમર્થન આપે છે.ત્રીસ ટકા એવા લોકો છે જે મને સામેથી સપોર્ટ કરે છે અને પાછળ નથી કરતા.બાકીના ૬૦ ટકા જે મને સમર્થન નથી કરતા તેમને પણ હું રિસ્પેક્ટ આપું છું.હું એટલું જ કહીશ કે સૌથી મોટો સપોર્ટ મારા માતા-પિતા નો રહ્યો છે

બીજું કોઈ તમારું આગામી સોંગ આવી રહ્યું છે કે કોઈ ફિલ્મ કે કોઈ પ્રોજેક્ટ?

જે રીતે ગીતાબેન ના સોંગ કોની પડે એન્ટ્રી ધૂમ મચાવી રહ્યું છે તેમના પરથી લાગી રહ્યું છે કે પૃથ્વી સરે અને ગીતાબેન એવો હજુ એક નિર્ણય લીધો છે કે નેક્સ્ટ અપકમિંગ સોંગ લખાય છે.પાંચ મહિનાની અંદર તે સોંગ આખુ ડ્રાફ્ટ થઈ જશે.

ગુજરાતી મ્યુઝિક સોંગ કન્ટેન કેવા હોવા જોઈએ જેથી ગુજરાતી મ્યુઝિક ઇન્ડસ્ટ્રી ગ્રોઅપ કરે?

કમ્પેન્ટ ટુ બોલિવૂડ એન્ડ કમ્પેન્ટ ઇવેરીથિંગ દેવલોપિંગ ગુજરાતી ઇન્ડસ્ટ્રી સારી રીતે ડેવલોપ થઈ રહી છે.અત્યારે ગુજરાતી ફિલ્મોના કન્ટેન એવા આવે છે જેના બોલિવૂડ પ્લાનઆઉટ થાય છે અત્યારેનો ઓન ગોઇંગ ટ્રેડ.ઓન ગોઇંગ યુથ આવા કોન્સેફ્ટ ગુજરાતીમાં આવે છે જથી ગુજરાતી ઇન્ડસ્ટ્રી ગ્રોઅપ કરશે અને ગીતાબેન જે રીતના કોન્સેપ્ટ લાવી રહ્યા છે તેના પરથી જ મને લાગી રહ્યું છે ગુજરાતી મ્યુઝિક ઇન્ડસ્ટ્રીનું એક અલગ લેવલ હશે.

Previous articleગ્લેમ ઓન ૨૦૧૯ કેલેન્ડર ખૂબ ચાહકો વચ્ચે લોન્ચ
Next articleગુજરાતની ફોર્મ્યુલા રેસર મીરા એરડા યુરોપમાં વિશ્વની ૬૦ મહિલા રેસર સાથે રેસ કરશે