ગુજરાતની એક દીકરીએ ફોર્મ્યુલા ફોર રેસિંગમાં કાઠું કાઢ્યું છે. પુરૂષ પ્રધાન કહેવાતા રેસિંગ જેવા સ્પોર્ટમાં મીરા એરડાએ ઇન્ટરનેશનલ લેવલ પર પ્રતિભા દર્શાવી છે.
મીરા એરડાની પસંદગી આગામી જાન્યુઆરીમાં યુરોપના ઓસ્ટ્રિયામાં થનારી ઉ સિરિઝ રેસિંગ ચેમ્પિયનશીપની ટ્રાયલ્સ માટે થઈ છે.આ ચેમ્પિયનશીપની ટ્રાયલ્સ માટે સમગ્ર વિશ્વમાંથી ૬૦ મહિલા રેસરની પસંદગી કરવામાં આવી છે.
મીરા ઉપરાંત ભારતની અન્ય એક રેસર સ્નેહા શર્માની પસંદગી આ રેસની ટ્રાયલ્સ માટે થઈ છે. ગુજરાતના વડોદરાની રહેવાસી મીરા એરડાએ ૯ વર્ષની ઉંમરથી રેસિંગની શરૂઆત કરી હતી.
રેસિંગની શરૂઆત ગો- ર્કાટિંગથી કરી મીરાએ ૧૬ વર્ષની ઉંમરે જ ફોર્મ્યુલા-૪ રેસિંગમાં સ્થાન મેળવ્યું હતું.વર્ષ ૨૦૧૦થી રેસિંગની કારકીર્દી શરૂ કરનાર મીરા ગો-ર્કાટિંગની નેશનલ ચેમ્પિયન બની હતી. ગો-ર્કાટિંગમાં મીરાએ ૧૨૫ સીસી એન્જિન વાળી કારમાં રેસિંગ કર્યું હતું.