ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી વન-ડે મેચનો તખ્તો તૈયાર

1052

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આવતીકાલે મેલબોર્ન ખાતે ત્રીજી વનડે મેચ રમાનાર છે. બંને ટીમો એક એક મેચ જીતી ચુકી છે. આવી સ્થિતીમાં આ મેચ રોમાંચક બની શકે છે. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ શ્રેણી જીતવા માટે સજ્જ છે. મેચને લઇને ભારે રોમાંચ છે. ૭૦ વર્ષના લાંબા ગાળા બાદ વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમે હાલમાં જ ટેસ્ટ શ્રેણી ઓસ્ટ્રેલિયામાં જીતી લીધા બાદ હવે વનડે શ્રેણી પણ જીતવા માટે તૈયાર છે.

ટીમ ઇન્ડિયામાં કેટલાક ફેરફાર કરવામાં આવી ચુક્યા છે. પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને રોહિત શર્માની ટીમમાં વાપસી થઇ ગઇ છે. પહેલી વનડે મેચ ઓસ્ટ્રેલિયાએ જીતી હતી. જ્યારે બીજી વનડે મેચ ભારતે છ વિકેટે જીતી હતી. હાલમાં જ સિડની  ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ વરસાદ અને ખરાબ હવામાનના કારણે ભારત જીતથી વંચિત રહી ગયુ હતુ. જો કે ભારતે ૭૨ વર્ષના લાંબા ગાળા બાદ ઓસ્ટ્રેલિયાની જમીન પર પ્રથમ વખત ટેસ્ટ શ્રેણી જીતીને નવો ઇતિહાસ રચ્યો હતો. આની સાથે જ ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી જીતવા માટેના ૭૨ વર્ષના ઇન્તજારનો પણ અંત આવી ગયો હતો. ભારતે ઓસ્ટ્રેલિયામાં પ્રથમ વખત ટેસ્ટ શ્રેણી જીતી લીધી હતી. વર્તમાન શ્રેણી પહેલા  ભારતે હજુ સુધી ઓસ્ટ્રેલિયામાં શ્રેણીબદ્ધ શ્રેણી રમી હતી.પરંતુ હજુ સુધી જીત થઇ ન હતી. આ વખતે ટેસ્ટ શ્રેણી જીતીને નવો રેકોર્ડ સર્જવામાં આવ્યો છે.  ભારતે ઓસ્ટ્રેલિયાનો ૧૨ વખત પ્રવાસ કર્યો હતો. પરંતુ પહેલા સફળતા હાથ લાગી ન હતી.ઓસ્ટ્રેલિયાની ટીમ પણ દેખાવમાં સુધારો કરવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરનાર છે. ત્રીજી અને અંતિમ વનડે મેચ ૧૮મી જાન્યુઆરીના દિવસે મેલબોર્નમાં રમાનાર છે. શાનદાર ફોર્મમાં ચાલી રહેલા જસપ્રિત બુમરાહને ઓસ્ટ્રેલિયાની સામે રમાનારી વનડે શ્રેણી અને ત્યારબાદ ન્યુઝીલેન્ડના પ્રવાસમાં રમાનારી મેચ માટે આરામ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

બુમરાહે હાલમાં જ ઓસ્ટ્રેલિયા સામે ચાર ટેસ્ટ મેચોની શ્રેણીમાં ૨૧ વિકેટ ઝડપીને ચાવીરુપ ભૂમિકા ભજવી હતી. ભારતે આ શ્રેણી ૨-૧થી જીતી લીધી હતી. ઓસ્ટ્રેલિયાની સામે ઘરઆંગણેની શ્રેણી પહેલા પુરતા આરામ આપવાના હેતુસર આ નિર્ણય કરાયો હોવાનો દાવો બીસીસીઆઈ દ્વારા કરાયો છે.ઓસ્ટ્રેલિયા સામેની વનડે શ્રેણીમાં  પંજાબના ઝડપી બોલર સિદ્ધાર્થ કૌલને હવે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે જ્યારે બુમરાહની જગ્યાએ મોહમ્મદ સિરાજને સામેલ કરાયો છે.

ધોની ઉપરાંત એશિયા કપમાં ઇજાગ્રસ્ત થયા બાદ ટીમની બહાર થયેલા હાર્દિક પંડ્યા અને મોહમ્મદ સામીને પણ ફરી સામેલ કરવામાં આવ્યા છે.

Previous articleઋષભ પંતના જીવનમાં ‘લેડી લક’ની એન્ટ્રી, પોતે જ તસવીર શેયર કરીને ખોલ્યું રહસ્ય
Next articleબોરીસણા પાસે ONGC લાઇનમાં આગ લાગતા દોડધામ