સ્વામી વિવેકાનંદ નો જીવન સંદેશ આજના યુવાનોને વિષય પર વ્યાખ્યાનનું આયોજન

1317

કડી સર્વવિશ્વ વિદ્યાલય સંલગ્ન બી. પી. કોલેજ ઓફ બીઝનેસ એડમિનિસ્ટ્રેશન ના ૯૦ વિદ્યાર્થીઓ યુવાઓ ના  આદર્શ યુગપુરુષ સ્વામી વિવેકાનંદ ની જન્મજયંતી નિમિતે વિદ્યાર્થીઓ સ્વામીજી ના જીવન ચરિત્ર વિષે જાણે અને તેને પોતાના જીવન માં ઉતારવા નો પ્રયત્ન કરે આવા ઉમદા હેતુ થી કોલેજ દ્વારા આજ ના શુભ દિવસે ઉપરોક્ત કાર્યક્રમ નું આયોજન થયું હતું. કોલેજ તરફ થી ડો.જયેશ તન્ના દ્વારા મુખ્ય વક્તાનો પરિચય આપી તેઓ ને આવકારવા માં આવ્યા હતા.

રજનીકાંતભાઈ સ્વામી વિવેકાનંદ ના જીવન ચરિત્ર ઉપર વ્યાખ્યાન આપી લોકજાગૃતિ ના કાર્ય સતત કરી રહ્યા છે. તેઓએ વિદ્યાર્થીઓ ને સ્વામીજી ના જીવન ના તમામ પાસાઓ પર તલસ્પર્શી માહિતી આપી હતી. જેમાં તેમના બાળપણ, યુવાની વિદેશ પ્રવાસ તેમજ ભારત ભ્રમણ બાબતે રસપ્રદ પ્રસંગો ટાંકી વ્યાખ્યાન આપ્યું હતું. વિદ્યાર્થીઓ એ પણ સમગ્ર વ્ય્ખ્યાન તેઓ ના જીવન માં ચારિત્ર્ય  નિર્માણ માટે દીવા દાંડી નું કાર્ય કરશે તેમ જણાવ્યું હતું. અભ્યાસ ની સાથે સાથે સફળ મહાનુભાવો ના જીવન ચરિત્ર સમજી જીવન ના સંઘર્ષ માં ઉપયોગી થઇ શકે તે માટે કોલેજ હંમેશા આવા પ્રયત્ન કરતી રહે છે. જે અમારા ઘડતર માટે ખુબ ઉપયોગી છે. તેમ વિદ્યાર્થીઓ  એ તેમના અભિપ્રાયમાં જણાવ્યું હતું.

Previous articleબોરીસણા પાસે ONGC લાઇનમાં આગ લાગતા દોડધામ
Next articleએસ.વી.પી. હોસ્પિટલના ઉદઘાટનમાં નીતિન પટેલનું નામ ગાયબ : ડે.સીએમ ગેરહાજર રહ્યા